Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

આયુષની ફિલ્મમાં અવિકાની જગ્યાએ મહિમા મકવાણા

આયુષ શર્માની ફિલ્મ અંતિમ માટે એક હિરોઇનની શોધ હતી. નિર્માતાઓએ આ માટે પહેલા તો બાલીકા વધુ ફેઇમ આનંદી એટલે કે અવિકા ગોરને પસંદ કરી હતી. આયુષ સાથે અવિકા રોમાન્સ કરશે એવી વાતો વચ્ચે નિર્દેશક મહેશ માંજરેકરે સ્પષ્ટતા કરી છે કે અવિકા આ ફિલ્મ માટે પસંદ થઇ નથી. તેની જગ્યાએ કલર્સ ચેનલના શો શુભારંભની મહિમા મકવાણાને લેવામં આવી છે. મહિમાએ આ ફિલ્મના અમુક દ્રશ્યોનું શુટીંગ પણ કરી લીધું છે. જીજાજી આયુષની ફિલ્મમાં સાળા સલમાન ખાનનો પણ ખાસ રોલ છે. ચર્ચા છે કે ફિલ્મ અંતિમમાં મહિમાના પિતાનો રોલ ખુદ મહેશ માંજરેકર નિભાવી રહ્યા છે. ફિલ્મ માટે પહેલા પસંદ થયેલી અવિકા શા માટે દૂર થઇ તેની જાણકારી રજૂ કરવામાં આવી નથી. અગાઉ અવિકા અને મહિમા એક સાથે કામ કરી ચુકી છે. બાલિકા વધૂમાં મહિકાએ ગોૈરીના બાળપણનો રોલ નિભાવ્યો હતો. એ પછી મહિમાએ ઝી ટીવીના શો સપને સુહાને લડકપન કેમાં કામ કરી ચાહકોના દિલ જીત્યા હતાં.

 

(9:38 am IST)