Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એકશન ફિલ્મમાં રણબીર કપૂર

રણબીર કપૂર છેલ્લે સંજય દત્તના જીવન પરની ફિલ્મ સંજૂમાં જોવા મળ્યો હતો. તેના અભિનયના ભરપુર વખાણ થયા હતાં. રાજકુમાર હિરાની નિર્દેશીત આ ફિલ્મ બે વર્ષ પહેલા આવી હતી. દર્શકો હવે રણબીર અને આલિયાની બ્રહ્માસ્ત્રની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ હજુ ચાલી રહ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન પણ છે. ત્યાં રણબીર બીજી ફિલ્મને કારણે ચર્ચામાં આવ્યો છે. નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ ડેવિલમાં તે કામ કરી રહ્યો છે. જો કે હવે ફિલ્મનું નામ ડેવિલમાંથી બદલી નાંખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ હવે એનિમલ રખાયું છે. ડેવિલ નામનું ટાઇટલ અગાઉથી સાજીદ નડિયાદવાલાએ રજીસ્ટર કરાવ્યું હતું. સાજીદ આ ટાઇટલનો ઉપયોગ સલમાન ખાનની ફિલ્મ કિકની સિકવલ માટે ઉપયોગ કરવાનો છે. આથી તેણે રણબીરની ફિલ્મ માટે તેનો ઉપયોગ કરવાની મંજુરી આપી નહોતી. રણબીર કપૂરની આ ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા પ્રકારની છે. ભુષણ કુમાર અને મુરાદ ખેતાની તેનું નિર્માણ કરી રહ્યા છે. સંદિપે અગાઉ શાહિદની કબિરસિંહ બનાવી હતી.

(9:38 am IST)