Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સમયની સાથે બદલવું જોઈએ: ટ્વિન્કલ ખન્ના

મુંબઈ:ટ્વિન્કલ ખન્નાની હાજરજવાબીનો પરિચય ઓનલાઇન નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ થતો રહે છે. તાજેતરમાં અસફળતાઓમાંથી છુટકારો મેળવવા માટે તેણેહાર કો હરાઓનામની એક પેનલનો ભાગ બનીને બતાવ્યું કે કેવી રીતે ભીડની સાથે મળીને કામ કરી શકાય.

કોઇ પણ વિવાદ થાય તેના પર ટ્વિન્કલ ઝડપથી કંઇ બોલતી નથી. તે કહે છે કે ઘણા બધા લોકોને એક શ્રેણીમાં બાંધી દેવાય છે, પરંતુ બધા એકબીજાથી અલગ હોય છે. કેટલાક લોકો રાજકારણી પ્રકારના હોય છે, જ્યારે બીજા ખૂલીને બોલવાવાળા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એવા લોકો રહેલા છે. તમે તે બધાંને એક શ્રેણીમાં રાખી શકો અને તેમને બદલાવવા માટે પણ કહી શકો.ટ્વિન્કલ ખૂલીને પોતાના વિચારો વ્યક્ત કરતી રહે છે. તે કહે છે કે ક્યારેક હું સાચી હોઉં છું તો ક્યારેક ખોટી, પરંતુ જ્યારે હું ખોટી હોઉં ત્યારે તમામ પાસાંઓની તપાસ કરું છું. હું એવી વસ્તુ શોધવાની કોશિશ કરું છું, જેમાંથી કંઇ શીખી શકાય. ભલે તે કોઇ પણ પ્રકારની ટીકાઓ હોય કે નાણાકીય અસફળતા. હું ખુદને પૂછું છું કે શું મને કોઇ બીજી બાબતની પણ જાણકારી હોવી જોઇએ? ટ્વિન્કલ કહે છે કે હું ટ્વિટરની પણ ખૂબ મજા લઉં છું, કેમ કે કેટલાક ખાસ સમાચારો પર એકદમ અલગ અલગ દૃષ્ટિકોણ વાંચવા મળે છે. હું માનું છું કે સમયની સાથે-સાથે ખુદને ઢાળવાનું અને સમયની સાથે બદલાવું ખૂબ જરૂરી છે.

 

(6:30 pm IST)