Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

'છપાક' પછી હોલીવુડ ફિલ્મની રીમેકમાં નજરે પડશે દીપિકા અને ઋષિ કપૂર

મુંબઈ:   અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ફિલ્મ 'છપાક બાદ હોલીવુડની ફિલ્મ 'ઇંટરન'ની હિન્દી રિમેકમાં જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા રૂષિ કપૂર પણ તેમની સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની ઘોષણા કરતી વખતે માહિતી આપી હતી કે તે ફિલ્મનું સહ નિર્માણ કરી રહી છે. તેણે ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું કે, 'મારી આગામી ફિલ્મની ઘોષણા કરીને હું રોમાંચિત છું. તે હોલીવુડ ફિલ્મ ઇન્ટર્નનું ભારતીય સંસ્કરણ છે. તે 2021 માં રિલીઝ થશે '.તે સમયે, રૂષિ કપૂરે લખ્યું, 'રીમેક ઓફ ઇન્ટર્ન અને દીપિકા પાદુકોણ સાથે નવી શરૂઆત કરી.' દીપિકાની 'કા' પ્રોડક્શન, વોર્નર્સ બ્રધર્સ અને એઝુરેના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. ફિલ્મના નિર્દેશકનું નામ હજી શેર કરવામાં આવ્યું નથી.

(5:22 pm IST)