Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતાસિંહના લોકપ્રિય ડાન્સ ઉપર પુત્રી સારા અલી ખાન આઇફા અવોર્ડમાં ધમાલ મચાવશે

નવી દિલ્હી: હાલમાં સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મોને લઇને ચર્ચામાં છે. તો થોડા દિવસો પહેલાં તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે. તો બીજી તરફ સારા અલી ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તે પોતાના માતા-પિતાના હિટ સોન્ગ્સ પર ઠુમકા લગાવવાની છે.

બાળપણમાં પિતાની સાથે IIFA માં ભાગ લેનાર અભિનેત્રી સારા અલી ખાન  પહેલીવાર IIFA માં પરફોર્મ કરશે. સારા અલી ખાન ઇન્ટરનેશનલ ઇન્ડીયલ ફિલ્મ એકેડમી (આઇફા)ની 20 એડિશનમાં પરફોર્મ કરશે.

જેમાં તે પોતાના પિતા સૈફ અલી ખાન અને પોતાની માતા અમૃતા સિંહના લોકપ્રિય ગીત પર ડાન્સની પ્રસ્તૃત કરવાની છે. મુંબઇમાં રવિવારે એવોર્ડ શો માટે પ્રેક્ટિસ દરમિયાન (sara ali khan)એ મીડિયાની સામે રહસ્ય ખોલ્યું છે.

સારા (sara ali khan)એ કહ્યું ''હું બાળપણથી આઇફા એવોર્ડ શો જોતી આવી રહ્યું છે. હું મારા પિતાની સાથે આઇફા એવોર્ડ્સમાં આવી ચૂકી છું. મને યાદ છે કે બે વર્ષ પહેલાં આઇફા ન્યૂજર્સીમાં આયોજિત થયો હતો અને હું મારા પિતા સાથે ન્યૂયોર્કમાં હતી. પરંતુ કાર્યક્રમમાં જઇ શકી નથી.'

કાર્યક્રમમાં ન જઇ શકવાનું કારણ બતાવતાં સારાએ જણાવ્યું કે કારણ કે તેમણે (સૈફ અલી ખાન) કહ્યું તુ કેમ ભાગ લેવા માંગે છે, તને આમંત્રિત કરી નથી? તો આ વર્ષે મારા માટે આઇફા ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મને આ વખતે આમંત્રિત કરવામાં આવી છે. હું ત્યાં પરફોર્મ કરવાની છું અને હવે મને હકિકતમાં મહેસૂસ થઇ રહ્યું છે કે હું ઉદ્યોગનો ભાગ બની ગઇ છે.

સારાએ આગળ જણાવ્યું કે તે માધુરી દીક્ષિત નેને અને રણવીર સિંહની સાથે પ્રસ્તૃતિ આપશે. તેને પૂછવામાં આવ્યું કે કયા ગીત પર ડાન્સ કરવાની છે, સારાએ જણાવ્યું કે ''હું મારા ગીત પર ડાન્સ કરવાની છું પરંતુ હું આ કાર્યક્રમમાં પહેલીવાર પ્રસ્તૃતિ આપવાની છું, એટલા માટે મારી માતા અને પિતાના ગીતો પર ડાન્સ કરીશ.

(4:28 pm IST)