Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

'મન બૈરાગી'... વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન પર ફિલ્મ બનાવશે સંજય લીલા ભણશાલી

આજે મોદીજીના જન્મદિવસ પર ફિલ્મ પોસ્ટરનો ફર્સ્ટ લૂક સુપરસ્ટાર પ્રભાસે જાહેર કર્યોઃ યુવા અને નવોદિત અભિનેતા અભય વર્મા નિભાવશે મોદીજીનો રોલઃ રાજકારણનું કોઇ ચેપ્ટર નહિ હોય!

રાજકોટ તા. ૧૬: આજે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાનો ૬૯મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલી લોકોને પીએમની લાઇફ પર બનેલી એક સ્પેશ્યલ ફિલ્મ 'મન બૈરાગી'ના ફર્સ્ટ લૂકની ભેટ આપશે. ફિલ્મની ખાસિયત એ હશે કે મોદીજી વિશે કદી ન જાણ્યું સાંભળ્યું હોય તેવી સફર દેખાડાશે. રાજકારણી જીવનનું એકપણ ચેપ્ટર હશે નહિ!

પીએમ નરેન્દ્રભાઇ મોદીની લાઇફમાં કદી જોઇ ના હોય તેવી સફર દેખાડતી આ ફિલ્મને સંજય લીલા ભણશાલી અને મહાવીર જૈને પ્રોડ્યૂસ કરી છે. જયારે ફિલ્મના લેખક અને નિર્દેશક સંજય ત્રિપાઠી છે. ખાસ વાત તો એ છે કે ફર્સ્ટ લૂક પોસ્ટરને સુપરસ્ટાર પ્રભાસે રિલીઝ કર્યો છે. નિર્માતાના કહેવા મુજબ  કોઇ પણ સફળ વ્યકિતની લાઇફમાં એક એવી તક આવે છે, જયારે  તે આ સફળતા તરફ પગલું ભરે છે અને 'મન બૈરાગી' આ માટે જ છે.ઙ્ગ

ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી કહે છે, મને આ કહાનીની સૌથી રસપ્રદ વાત એમની યુનિવર્સલ અપીલ અને સંદેશ લાગ્યો. મને લાગ્યું કે આ એક એવી ના સાંભળેલી વાત છે, જેને દેખાડવી જોઇએ. તો બીજી બાજુ ડાયરેકટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે આ ફિલ્મ લોકોનું દિલ જીતી લેશે. એમને કહ્યું, મારા માટે આ એક એવા વ્યકિતની કહાની છે, જે પોતાની જાતને શોધવા નિકળ્યો હતો અને અમારા દેશના સૌથી મોટા નેતા બની ગયા.

જયારે મહાવીર જૈને કહ્યું કે, મન બૈરાગીમાં નરેન્દ્રભાઇ મોદીની જીંદગીની સફરના સૌથી મહત્વના પ્રસંગોને દેખાડવામાં આવશે. યુવાઓ આ ફિલ્મ સાથે ખાસ જોડાઇ જશે અને પ્રેરિત પણ થશે. જણાવી દઇએ કે મહાવીર જૈન આ પહેલા પણ મોદીજીના બાળપણ પર આધારિત શોર્ટ ફિલ્મ 'ચલો જીતે હૈ' પણ બનાવી ચુકયા છે. આ શોર્ર્ટ ફિલ્મને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.ઙ્ગ

યુવા અને નવોદિત અભિનેતા અભય વર્મા મન બૈરાગીમાં પીએમ મોદીજીનો રોલ નિભાવશે. જેમાં પીએમના રાજકારણી જીવનનું કોઇ ચેપ્ટર હશે નહીં.

(4:20 pm IST)