Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સારી ફિલ્મની રાહમાં હિન્દી ફિલ્મોથી ત્રણ વર્ષ દુર રહી પ્રિયંકા

અભિનેત્રી પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષ પછી ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મથી બોલીવૂડમાં પરત આવી રહી છે. આ પહેલા ૨૦૧૬માં જય ગંગાજલ ફિલ્મમાં જોવા મળી હતી. ધ સ્કાય ઇઝ પિન્કનું ટ્રેલર રિલીઝ થયું છે અને લોકોએ વખાણ્યું છે. ફિલ્મની કહાની  સ્વર્ગિય લેખિકા આયેશા ચોૈધરીની જિંદગી પર આધારીત છે. ફિલ્મમાં જાયરા વસીમ આયેશાના રોલમાં છે. પ્રિયંકા અને ફરહાન અખ્તર તેના માતા-પિતા બન્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે હું ત્રણ વર્ષ સુધી દુર હતી કારણ કે આ પ્રકારની હિન્દી ફિલ્મો કરવામાં ખુબ સમય લાગતો હોય છે. વળી હું એવી ફિલ્મની શોધમાં હતી જેમાં એક અભિનેત્રી તરીકે સંપુર્ણ રીતે ડુબી જવાની તક મળે, પછી એ ફિલ્મ ભારતીય હોય કે અમેરિકી. મને ફરહાન સાથેની ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ ગમી હતી અને મેં કામ કરવાની હા કહી હતી. પ્રિયંકાની આ ફિલ્મ ૧૧મી ઓકટોબરના રિલીઝ થઇ રહી છે. પ્રિયંકાએ સલમાનની ભારત કરવાની ના પાડતાં વિવાદ થયો હતો.

(10:17 am IST)