Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બોલીવૂડમાં હજુ શરૂઆત જ કરી હોય તેવું લાગે છે આદિત્યને

ટીવી પરદે ચેનલ વી પર વિડીયો જોકી તરીકે કારકિર્દી શરૂ કરનારો આદિત્ય રોય કપૂર આજે બોલીવૂડમાં જાણીતો સ્ટાર છે. ૨૦૦૯-૧૦માં લંડન ડ્રીમ્સ, એકશન રિપ્લે, ગુજારીશ જેવી ફિલ્મો કરી હતી. પરંતુ તેને સફળતા આશિકી-૨એ અપાવી હતી. હવે તે એક પછી એક મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. બોલીવૂડમાં દસ વર્ષ કામ કર્યા પછી પણ આદિત્યને એવુ જ લાગે છે કે હજુ તેની અહિ શરૂઆત જ થઇ છે. તાજેતરમાં તેની ફિલ્મ કલંક રિલીઝ થઇ છે. હવે પછી તે મોહિત સુરીની મલંગ, મહેશ ભટ્ટની સડક-૨માં કામ કરી રહ્યો છે. મલંગમાં તેની જોડી દિશા પટાની સાથે છે. અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ ખાસ રોલમાં છે.

(9:53 am IST)