Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

તારાને વધુ એક વખત મળશે ગીત ગાવાની તક

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી તારા સુતારીયા આરએકસ-૧૦૦ નામની ફિલ્મમાં ગીત પણ ગાવાની છે. ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારાની સ્ટુડન્ટ ઓફ ધ યર-૨નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ પુનિત મલ્હોત્રાએ નિર્દેશીત કરી છે. તારા હવે પછી આરએકસ-૧૦૦ની રિમેકમાં કામ કરી રહી છે. જેમાં તે અભિનય કરવા ઉપરાંત ગીત પણ ગાશે. તેની પહેલી ફિલ્મના ટ્રેલરના લોન્ચ વખતે લગ જા ગલે...ગીત ગાઇને તારાએ સોૈને ચોંકાવી દીધા હતાં. નિર્માતાઓએ આ ગીત સાંભળીને જ નવી ફિલ્મમાં તેના અવાજમાં ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યુ છે. નવી ફિલ્મમાં તારા સુનિલ શેટ્ટીના પુત્ર અહાન સાથે કામ કરશે. તારાએ રિતીક-ઐશ્વર્યાની ગુજારીશમાં પણ ગીત ગાયું હતું.

(9:52 am IST)