Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કંગના રનૌતે મણિકર્ણિકા ફિલ્‍મમાં દોડાવ્‍યો હતો નકલી ઘોડોઃ પોલ ખોલતો વીડિયો વાયરલ

નવી દિલ્હી : કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા લોકોને બહુ પસંદ પડી  છે. બધાએ આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગ સાથે ફાઇટ સિકવન્સના પણ વખાણ કર્યા છે. જોકે હાલમાં આ ફિલ્મમાં યુદ્ધના સીનના શૂટિંગનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી જોવા મળે છે. સીન યુદ્ધનો છે. જોકે વીડિયોમાં કંગના જે ઘોડા પર બેઠી છે તે નકલી છે. નકલી ઘોડો મશીન પર છે અને કંગના બેસીને તલવાર ચલાવી રહી છે. ઘોડાના પગ અને પૂંછડી છે જ નહિ.

ગણતંત્ર દિવસના પ્રસંગે રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ સારી એવી કમાણી કરી હતી. વર્લ્ડવાઇડ બીજા અઠવાડિયે જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લેનાર આ ફિલ્મે ભારતમાં પણ બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનનારી આ ફિલ્મે ભારતમાં 17 દિવસમાં 91.70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદનો વિરોધ કરનારી કંગના તેની જાતને બોલિવૂડમાં આઉટસાઇડર માને છે. તેની ફરિયાદ છે કે તે બોલિવૂડમાં કોઈ ગ્રુપનો હિસ્સો ન હોવાના કારણે તેની ફિલ્મ મણિકર્ણિકા સફળ થઈ હોવા છતાં કોઈ સ્ટારે પ્રતિક્રિયા નથી આપી. કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે.

 

(4:38 pm IST)