Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આવતા મહિને શરૂ થઇ જશે 'દબંગ-૩'નું શુટીંગ

સલમાન ખાન બોલીવૂડમાં અનેક કલાકારોને કામ અપાવતો રહે છે. છેલ્લે તેણે રેસ-૩માં બોબી દેઓલને મહત્વનો રોલ અપાવ્યો હતો. લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર થઇ ગયેલો બોબી આ કારણે ફરી લાઇમલાઇટમાં આવ્યો હતો. હવે સલમાન ખાન ફરી મહેરબાન થયો છે અને બોબી દેઓલને દબંગ-૩માં એક ખાસ રોલ આપ્યો છે. સલમાનની ફિલ્મ 'ભારત'નું શુટીંગ હવે છેલ્લા તબક્કામાં છે. આ ફિલ્મ પછી તે દબંગ-૩નું કામ શરૂ કરવાનો છે. ફિલ્મમાં બોબી દેઓલ પોલીસ અધિકારી ચુલબુલ પાંડના મિત્રનો રોલ નિભાવશે. એટલુ જ નહિ બોબીના રોલને ખાસ જગ્યા પણ ફાળવવામાં આવશે. ફિલ્મમાં ચુલબુલ પાંડેની જુવાનીના દિવસો દેખાડાશે એટલે કે ફલૈશબેકમાં કહાની જશે, જેમાં તેના મિત્રનો રોલ બોબીને અપાયો છે. આવતા મહિનાથી દબંગ-૩નું શુટીંગ શરૂ થઇ જશે. કન્નડ સુપરસ્ટાર સુદિપને વિલનનો રોલ અપાયો છે.

(9:42 am IST)