Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પ્રિયા વર્ષની મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટી તરીકે જાહેર

મલયાલમ અભિનેત્રીને લઇને સૌથી વધુ ક્રેઝઃ કેટલીક હિન્દી ફિલ્મની ઓફર પણ પ્રિયાને થઇ ચુકી છે

મુંબઇ,૧૬:  પ્રિયા પ્રકાશ વોરિયર આ વર્ષે મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટી તરીકે જાહેર કરવામાં આવી છે. તે હાલના વર્ષોમાં ભારે લોકપ્રિયતા સોશિયલ મિડિયા પર હાંસલ કરી ચુકી છે. મલલાયમ સ્ટાર પ્રિયા પ્રકાશ તેની પિલ્મ ઓરુ અદ્દર લવમાં રહેલા તેના ગીતના કારણે ભારે લોકપ્રિય થઇ હતી. જેમાં તે સ્કુલમાં આંખ મારતી નજરે પડે છે. ગુગલ ઇન્ડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તેને સર્ચ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. મલલાયમ સ્ટાર બાદ આ યાદીમાં બીજા સ્થાન પર પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ રહ્યો છે. જોનસને સર્ચ કરનાર લોકોની સંખ્યા પણ લાખોમાં નોંધાઇ ચુકી છે. તેને સર્ચ કરનાર લોકોની યાદી હજુ પણ વધી રહી છે. આયાદીમાં પ્રિયંકા ચોપડા પોતે પણ સામેલ છે. તે ચોથા સ્થાને રહી છે. બીજા અને પાંચમા સ્થાન પર ડાન્સ પરફોર્મર સપના ચૌધરી રહી છે. અભિનેત્રી સોનમ કપુરના પતિ આનંદ આહુજા પણ આ યાદીમાં સામેલ રહ્યો છથે. ડચ ઓફ સસેક્સ મેગાન માર્કલ પણ યાદીમાં સ્થાન મેળવી શકી છે. તે યાદીમાં સામેલ રહેતા તેને પણ ચર્ચ કરવામાં આવી રહી છે. જો કે પ્રિયા પ્રકાશ આજે પણ સૌથી લોકપ્રિય તરીકે રહી છે. ગુગલ દ્વારા હાલમાં જ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષ દરમિયાન સૌથી વધારે કઇ સેલિબ્રિટી અને અભિનેત્રીને સર્ચ કરવામાં આવી તેને લઇને યાદી જાહેર કરવામાં આવી છે. પ્રિયા પ્રકાશની લોકપ્રિયતા ભારતમાં હવે અનેક ગણી વધી ગઇ છે. સોશિયલ મિડિયામં સૌથી વધારે ફેન ધરાવનાર લોકો પૈકી એક તરીકે તે સામેલ છે. તેની પાસે હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મો પણ આવી રહી છે. પ્રિયા પ્રકાશ હાલમાં કઇ કઇ ફિલ્મમાં કામ કરી રહી છે તે સંબંધમાં માહિતી મળી શકી નથી. જો કે તેની પાસે મલયાલમ ફિલ્મો હાલના સમયમાં વધારે છે તેમ જાણકાર લોકો કહે છે.

(12:16 pm IST)