Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભારતીય સેનાની મહત્વપૂર્ણ ઘટના ઉજાગર કરશે ફિલ્મ 'ઉરી'

આવતા મહિને રિલીઝ થશેઃ વિક્કી કોૈશલની મુખ્ય ભૂમિકા

મુંબઇ તા. ૧૫: આરએસવીપીની આગામી ફિલ્મ 'ઉરી'એ દર્શકોમાં ઉત્સુકતા જગાવી રાખી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે તે જોતાં અને નાઇટ વિઝન વિડીયો જોતાં રૂવાડા ઉભા થઇ જાય છે. 'ઉરી' ૨૦૧૬ની કહાની છે. જ્યારે ભારતના રાજ્ય જમ્મુ-કાશ્મીર પાસેના ઉરી શહેરમાં ચાર આતંકવાદીઓએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. આ હુમલા સાથે જોડાયેલી અંદરની વાતો ફિલ્મમાં દર્શાવાઇ છે.

ફિલ્મના નિર્દેશક આદિત્ય ધાર ઉરીમાં અનેક નહિ સાંભળેલી અને નહિ કહેવાયેલી વાતો જણાવશે, કે જેનાથી લોકો અત્યાર સુધી અજાણ છે. હુમલા સાથે જોડાયેલા રહસ્યને ઉજાગર કરવામાં નિર્દેશક અને મુખ્ય અભિનેતા વિક્કી કોૈશલ કોઇ કચાશ રાખશે નહિ. અભિનેતાએ સેનાના ઓફિસરનો રોલ ભજવવા આર્મી પરિવાર સાથે સમય પણ વિતાવ્યો હતો અને જીણામાં જીણી માહિતી એકઠી કરી હતી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર એક રાતની કહાની ઉરીમાં જોવા મળશે. ઉરીની ઘટના ભારતીય સેનાની સોૈથી મહત્વપુર્ણ ઘટના પૈકીની એક છે. નવા વર્ષના પ્રારંભે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં વિક્કી સાથે મોહિત રૈના, પરેશ રાવલ, યામી ગોૈતમ, કિર્તી કુલ્હારી જેવા કલાકારો પણ છે. (૧૪.૫)

 

 

(3:33 pm IST)