Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

દોસ્તના-2માંથી જાહન્વી કપૂરનું કપાયું પત્તુ

મુંબઈ:બોલીવૂડની હિટ ફિલ્મ ્દોસ્તાના દર્શકોને પસંદ પડી  હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ મુખ્ય પાત્ર તરીકે હતા. હવે આ ફિલ્મની સિકવલ બનવાની વાત થઇ રહી છે. કરણ જોહરના હાથમાં હવે એક સારી સ્ક્રિપ્ટ આવી હોવાથી તેણે આ સિકવલ બનાવાનો નિર્ણય કર્યો છે. પહેલા એવી વાત હતી કે દોસ્તાના ૨ માં પ્રિયંકા ચોપરાના સ્થાને જાહ્નવી કપૂર જોવા મળશે. જાહ્નવીએ કરણના બેનરથી જ બોલીવૂડમાં કારકિર્દીની શરૃઆત કરી છે. હવે દોસ્તાના ૨ માંથી જાહ્નવીનું પત્તું પણ કપાઇ ગયું છે અને દીપિકા પદુકોણનું નામ ચર્ચાઇ રહ્યું છે.જોકે નિર્માતા-દિગ્દર્શકે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી. આ ફિલ્મના અભિનેતા માટેનો નિર્ણય હજી લેવાનો બાકી છે. આ ફાઇનલ થતાં જ  ફિલ્મનું કામ પૂરજોશમાં શરૃ થાય તેવી શક્યતા છે.  કરણ જોહરને જાહ્નવી પ્રત્યે પૂરી હમદર્દી છે. અને તેની કારકિર્દી માટે તે સતત પ્રયત્નશીલ છે.પરંતુ આ ફિલ્મના પાત્ર માટે તેને જાહ્નવી યોગ્ય નહીં લાગી હોય તેથી જ દીપિકાનું નામ ચર્ચાઇ રહ્યું છે. 

(4:57 pm IST)