Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બોલીવુડની 'ધક ધક ગર્લ' રાજનીતિમાં જોડાઈ તેવી શક્યતા

મુંબઈ:ફિલ્મ ‘તેજાબ’, ‘હમ આપકે હૈ કૌન’, ‘દિલ તો પાગલ હૈ’, ‘સાજન’ અને ‘દેવદાસ’ સહિતની બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી માધુરી દીક્ષિત હવે રાજનીતિમાં પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. માધુરી દીક્ષિતને ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં પુણેની સીટ પરથી મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે અભિનેત્રી સાથે જૂનમાં મુંબઈ સ્થિત તેમના ઘરે મુલાકાત લીધી હતી. શાહ એ સમયે પાર્ટીનાં ‘સંપર્ક ફૉર સમર્થન’ અભિયાન અંતર્ગત મુંબઈ પહોંચ્યા હતા. અમિત શાહે આ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓની જાણકારી આપી હતી. એક વરિષ્ઠ ભાજપા નેતાનાં જણાવ્યા પ્રમાણે માધરીનું નામ લોકસભા સીટ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી માટે માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા પર ગંભીર રીતે વિચાર કરી રહી છે. અમારું માનવું છે કે પુણે લકોકસભા સીટ તેમનાં માટે વધારે યોગ્ય રહેશે.” ભાજપા નેતાએ કહ્યું કે, “પાર્ટી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારો માટે નામ નક્કી કરવાની તૈયારીમાં છે અને માધુરીનું નામ પુણે લોકસભા મતદાર ક્ષેત્ર માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.”

(4:55 pm IST)