Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

એકતા કપૂર ક્રાઇમ પર બનાવશે વેબ સિરીઝ 'અપહરણ'

મુંબઈ:એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે વર્ષ 2018 ફિલ્મોથી વધારે વેબ સીરીઝને મામલે ચર્ચામાં રહ્યું છે. ખાસ કરીને ક્રાઇમ, ગાળો અને બૉલ્ડ સીનથી ભરેલી વેબ સીરીઝ દર્શકો વચ્ચે ચર્ચામાં રહી છે. આ લિસ્ટમાં હવે એકતા કપૂરની ‘અપહરણ’ વેબ સીરીઝનું નામ પણ જોડાઈ ગયું છે. આ વેબ સીરીઝની ઘણી જ ચર્ચા થઈ રહી છે. ALT BALAJI પર આ સીરીઝનું પહેલુ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર તમને જકડી રાખશે.ટ્રેલરની શરૂઆતમાં ઋષિ કપૂરનાં સૉન્ગ સાથે આવેલા ટ્વિસ્ટથી તમે ટ્રેલર જોવા મજબૂર થઈ જશો. તમને જણાવી દઇએ કે લાંબા સમય બાદ અરૂણોદય સિંહ એક નવા અંદાજમાં જોવા મળશે. માહી ગિલ હંમેશાની જેમ વાર્તામાં ક્રાઇમ અને બૉલ્ડનેસનો મસાલો લગાવી રહી છે. ‘અપહરણ’ની ટ્વિસ્ટથી ભરેલી સ્કિપ્ટની સૌથી મોટી યૂએસપી બ્લેક હ્યૂમર અને બૉલ્ડ કેન્ટેંટ છે. સૌથી રસપ્રદ આ સીરીઝની કાસ્ટિંગ છે. જે દરેક પાત્રને યોગ્ય નિર્ણય આપવામાં સફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેલરની શરૂઆત ઋષિ કપૂરનાં સૉન્ગ ‘દુનિયા મે, લોગોં કો, ધોખા કભી હો જાતા હૈ’થી થાય છે અને ત્યારબાદ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. આ સીરીઝમાં અરૂણોદય સિંહ અને માહી ગીલો શાનદાર અંદાજ જોવા મળશે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ વેબ સીરીઝમાં બૉલ્ડનેસ, ક્રાઇમ અને એક્શન જોવા મળશે.

(4:54 pm IST)