Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

બોક્સ ઑફિસના આંકડા પણ મહત્ત્વના છે: ડેવિડ ધવન

મુંબઈ: સિનિયર ફિલ્મ સર્જક ડેવિડ ધવને કહ્યું હતું કે કોઇ પણ વ્યાવસાયી અભિનેતા માટે માત્ર કલાત્મક ફિલ્મો પૂરતી નથી. બોક્સ ઑફિસના આંકડા પણ મહત્ત્વના છે.આ વર્ષના આરંભે વરુણને નોન-ગ્લેમરસ રોલમાં રજૂ કરતી શૂજિત સરકારની ઓક્ટોબર ફિલ્મ રજૂ થઇ હતી. હવે શરત કટારિયાની સુઇ ધાગા રજૂ થવાની છે. હાલ એનુ પ્રમોશન ચાલી રહ્યું છે. અગાઉના દાયકાઓમાં ગોવિંદા જેવા અભિનેતા સાથે સતત પંદર સુપરહિટ ફિલ્મો આપનારા સર્જક એવા ડેવિડ ધવને કહ્યું કે કલાકારના સંતોષ માટે નોન-ગ્લેમરસ રોલ કરે એ અલગ વાત છે. પરંતુ કારકિર્દીને સ્ટેડી રાખવા માટે બોક્સ ઑફિસના આંકડા વધુ મહત્ત્વના છે. માત્ર કલાના સંતોષથી કારકિર્દી લાંબો સમય ચાલતી કે ટકતી નથી. વરુણે વહેલા મોડા ફરી ગ્લેરમસ રોલ કરવા પડશે.ડેવિડે કહ્યું કે મારા પુત્રે કરેલી ઓક્ટોબર અને સુઇ ધાગા જેવી ફિલ્મો માટે મને ગૌરવ છે. પરંતુ મને કહેવા દો કે જુડવા ટુ જેવી કમર્શિયલી હિટ ફિલ્મો કરવી એટલા જ મહત્ત્વની છે.કારકિર્દીને સ્ટેડી રાખવા અને લાંબો સમય ટકી રહેવા ગ્લેમરસ રોલ્સ પણ જરૃરી છે. કમર્શિયલી સફળ અભિનેતા જ નોન-ગ્લેમરસ રોલ્સ કરી શકે. 

(4:37 pm IST)