Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રણવીરસિંહની ગુલ્લી બોય વર્ષ ૨૦૧૯માં રજૂ થઇ શકે

રણવીર સિંહની સાથે આલિયા ભટ્ટ નજરે પડશે : મુંબઇ સ્થિત રેપની લાઇફ ઉપર નવી ફિલ્મ તૈયાર કરાશે

મુંબઇ,તા. ૧૯ : સંજયલીલાની ફિલ્મ પદ્માવતમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી ચુકેલા રણવીર સિંહ હાલમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ઉપરાંત તે ગુલ્લી બોય નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ જોડી જમાવનાર છે. ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ મુંબઇ સ્થિત  રેપર નાજી  પર આધારિત રહેશે. જેની લાઇફ તમામ લોકો માટે પ્રેરણા સમાન રહી છે. ગુલ્લી બોય  ફિલ્મનનુ  નામ રાખવામાં આવ્યુ છે. આ  ફિલ્મ ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  મુંબઇની ચાલીમાં રહેતા રેપર્સનીસ્ટોરીને  આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. ૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીર સિંહ ફિલ્મ કરી રહ્યો છે. કેટલીક બાબતો હજુ એવી રહેલી છે જે જાહેર કરવામાં આવી નથી. હાલમાં રણવીર સિંહ કેટલાક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખતર હમેંશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતી રહી છે. ફિલ્મના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામં આવી નથી. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા જોરદાર અને પડકારૂપ રહેશે. હાલમાં સંગીત પર આધારિત કેટલીક ફિલ્મો બની રહી છે. સાથે સાથે આત્મકથા પર ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકે આલિયાને લેવામાં આવી છે.

(1:11 pm IST)