Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફિલ્મોમાં ફરી કામ કરવા તૈયાર થઇ રહી છે આયેશા

બોલીવૂડ અભિનેત્રી આયેશા ટાકિયા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. તાજેતરમાં આયેશાએ એક ફોટોશુટ કરાવી તસ્વીરો સોશિયલ મીડીયા પર મુકતાં વાયરલ થઇ હતી. આયેશાએ તાજેતરમાં ગોરેગાંવ સ્થિત સ્ટુડિયોમાં એક એડ ફિલ્મના શુટીંગમાં પણ ભાગ લીધો હતો. ત્યારે તે અત્યંત ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. આયેશાએ લિપ્સ, આઇબ્રોની સર્જરી કરાવી છે જેના કારણે તેનો દેખાવ બદલાઇ ગયો છે. લગ્ન પછી આયેશા ફિલ્મોથી દૂર રહીને ઘરની જવાબદારી સંભાળતી હતી. પણ હવે તે ફરીથી ફિલ્મોમાં આવવા તૈયાર છે અને સ્ક્રિપ્ટ સાંભળવાનું શરૂ કર્યુ છે. ફિટનેસ ઉપર પણ ખાસ ધ્યાન આપી રહી છે. ઇંસ્ટાગ્રામ પર પોતાની ફેશન સ્ટાઇલને કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેની પહેલી ફિલ્મ ૨૦૦૪માં ટારઝન ધ વન્ડર કાર હતી. સલમાન ખાન સાથેની વોન્ટેડ સફળ રહી હતી.

 

(9:44 am IST)