Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

એક વિલન-૨નું કામ શરૃઃ સિધ્ધાર્થ રિપીટ

સિધ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ 'એક વિલન' ૨૦૧૪માં આવી હતી અને સુપરહિટ નિવડી હતી. શ્રધ્ધા કપૂરને પણ આ ફિલ્મ ફળી હતી. લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની ચર્ચા હતી. નિર્માતા એકતા કપૂરે હવે સિકવલ પર કામ શરૂ કરી દીધુ છે. આ વખતે પણ સિધ્ધાર્થને મુખ્ય હીરો તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મનું નામ પ્રાથમિક તબક્કે 'એક વિલન-૨' રખાયું છે. સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરવા એકતાએ કેટલાક લેખકોને પસંદ કર્યા છે. પહેલા ભાગનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ હતું. બીજા ભાગનું કામ કદાચ અન્ય નિર્દેશકને અપાશે. સ્ક્રિપ્ટનું કામ પુરૂ થતાં જ શુટીંગ શરૂ થઇ જશે. સિધ્ધાર્થ હાલમાં એકતાની ફિલ્મ 'શોટગન શાદી'માં કામ કરી રહ્યો છે. ઉપરાંત કારગીલ વોરના હીરો વિક્રમ બત્રાની બાયોપિક પણ તેની પાસે છે.

(9:43 am IST)