Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આલિયા ભટ્ટ અને કેટરિના કૈફના સંબંધોમાં પડી તિરાડ

મુંબઈ:સારી સ્ક્રીપ્ટ મળે તો અમારે સાથે ફિલ્મમાં કામ કરવું છે એવું કહેતાં થાકતી નહોતી એવી બે બહેનપણી તથા ટોચની અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને કેટરિના કૈફના સંબંધોમાં તિરાડ પડી હોવાની માહિતી મળી હતી. હજુ ગઇ કાલ સુધી બંને સાથે જિમમાં જતી હતી અને એકાદ બે ફિલ્મમાં સાથે કામ કરવાની વાતો કરતી હતી. પરંતુ એક વ્યક્તિ એમના સંબંધોમાં ખટાશ આણવામાં નિમિત્ત બની ગઇ. તો સૌ કોઇ જાણે છે કે યહ જવાની હૈ દિવાની ફિલ્મ કરતાં કરતાં કેટરિના અને રણબીર કપૂર ખૂબ નજીક આવી ગયા ંહતાં અને બંને વચ્ચે અફેર ચાલતો હતો. બંને એક ફ્લેટમાં પાંચ વર્ષ પતિપત્નીની જેમ લીવ ઇન રિલેશનશીપમાં રહ્યાં એટલું જનહીં પણ વેકેશન ગાળવા વિદેશોમાં સાથે હર્યાં ફર્યાં. પરંતુ ૨૦૧૭ના આરંભે બંને વચ્ચે બ્રેકપ થયો અને ત્યારબાદ કેટરિનાને સલમાન ખાને ફરી એકવાર ઇમોશનલ સપોર્ટ આપ્યો. બંનેએ ટાઇગર જિંદા હૈ ફિલ્મ સાથે કરી અને ફરી એકવાર કેટરિના સફળ અભિનેત્રીઓેની યાદીમાં આવી ગઇ. દરમિયાન, આલિયા અને રણબીર કપૂર કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એકમેકની નિકટ આવી ગયાં અને આજકાલ એવી વાતો પણ થઇ રહી છે કે બંને પોતપોતાના પરિવારની સંમતિથી વહેલા મોડા પરણી જશે. સંજોગોમાં કેટરિના અને આલિયાના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો સંભળાતી થઇ હતી.

(4:13 pm IST)