Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આજે ટોચના તમામ અભિનેતા એક્શન હીરોઝ છે: જ્હોન અબ્રાહમ

મુંબઈ:આગેવાન અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે આજે ટોચના તમામ અભિનેતા એક્શન હીરોઝ છે. આજે એેક્શન હીરોજ ટોચના અભિનેતા ગણાય છે. તાજેતરમાં પરમાણુ હિટ નીવડયા બાદ એ મિડિયા સાથે મુક્ત કંઠે વાત કરી રહ્યો હતો. એણે કહ્યું કે નવી પેઢીના ટાઇગર શ્રોફને જુઓ. એણે બાગી ટુ માં એક્શન કરી એ પછી એ પણ ટોચના કલાકારોમાં ગણાતો થઇ ગયો. એને કરણ જોહરે પોતાની ફિલ્મ માટે સાઇન કર્યો એટલુંજ નહીં પણ એમાં પણ એક્શનનાં દ્રશ્યો લઇ શકાય માટે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરી આપ્યા. 'માત્ર બોલિવૂડ નહીં, હોલિવૂડમાં નજર કરો. ટોચના ગણાતા તમામ અભિનેતા એક્શન હીરોઝ છે. બુ્રસ વીલીસ, સિલ્વેસ્ટર સ્ટેલોન, આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગર, ડ્વેઇન જ્હૉન્સન... આ તમામ કલાકારો એક્શન હીરો છે. આપણા દેશમાં નજર કરો તો આપણે ત્યાં પણ એક્શન કરતા કલાકારો ટોચના ગણાય છે. મને લાગે છે કે એક્શન સ્ટાર્સ એવરગ્રીન છે. લોકો એક્શન જોતાં ધરાતાંજ નથી. અત્યારે હું અને ટાઇગર એક્શન હીરો છીએ. જો કે બંનેની એક્શનના પ્રકારો જુદા છે. પરંતુ એક્શન લોકોને ગમે છે એ હકીકતની અવગણના કરી શકાય એમ નથી' એમ જ્હૉને કહ્યું હતું. એણે  કહ્યું કે હજુ બીજા એક્શન સ્ટાર્સ માટે પૂરતો સ્કોપ છે પરંતુ અત્યારે એવા કોઇ નવા એક્શન સ્ટાર દેખાતા નથી.

 

 

(4:13 pm IST)