Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

2020માં રિલીઝ થશે ટાઇગર શ્રોફની ફિલ્મ રેમ્બો

મુંબઈ:ટાઇગર શ્રોફ અભિનીત ફિલ્મ રેમ્બોની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયં છે. ફિલ્મમાં ટાઇગર એક્શન હીરો તરીકે જોવા મળવાનો છે. પ્રોજેક્ટ પર ટાઇગર કામ આવતા વર્ષે શરૂ કરવાનો હોવાથી ફિલ્મ બીજી ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે રિલીઝ થશે. જો કે ફિલ્મનું પહેલ પોસ્ટર રિલીઝ કરાયું હતું જેમાં ટાઇગર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે. ફિલ્મમાં એક્શન દૃશ્યો માટે વિશેષ ટીમ ટાઇગરને તાલીમ આપવાની છે. સિલ્વેસ્ટર સ્ટેલોને ભજવેલી ભૂમિકા માટે ટાઇગર એકદમ ઉત્સાહમાં છે. હાલ ટાઇગર ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યર ટુની શૂટિંગમાં વ્યસ્ત છે.

(4:12 pm IST)