Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બેંગ બેંગની સિક્વલ બનાવવાની તૈયારીઓ

મુંબઇફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદની હિટ ફિલ્મ બેંગ બેંગની સિક્વલની તૈયારી થઇ રહી હોવાની માહિતી મળી હતી. મૂળ ફિલ્મમાં રિતિક રોશન અને કેટરિના કૈફ ચમક્યાં હતાં. હોલિવૂડની સુપરહિટ નીવડેલી ફિલ્મ નાઇટ એન્ડ ડે પરથી હિન્દી ફિલ્મ બની હતી. ૨૦૧૪માં  બનેલી ફિલ્મ બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી અને એના શૂટિંગ દરમિયાન રિતિકને ગંભીર ઇજા થતાં મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં એના પર બ્રેઇન સર્જરી કરવી પડી હતી. અગાઉ એવી અફવી હતી કે કૃષ્ણા અને ડીકે ફિલ્મના રાઇટ્સ ખરીદીને એની સિક્વલ બનાવશે પરંતુ વાતને રદિયો મળ્યો હતો. સપ્તાહે ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ ફિલ્મ નિર્માતા સંઘના કાર્યાલયમાં પોતાની નવી ફિલ્મ એટલે કે બેંગ બેંગની સિક્વલનું ટાઇટલ બેંગ બેંગ રિલોડેડ રજિસ્ટર કરાવ્યું હતું. માહિતી આપનારા સૂત્રે કહ્યું કે હાલ સ્ક્રીપ્ટ ફાઇનલ કરાઇ રહી છે. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય ત્યારબાદ ઔપચારિક જાહેરાત કરાશે. રિતિક અને કેટરિનાને ફરી રજૂ કરાય એવી પૂરેપૂરી શક્યતા છે.

(4:56 pm IST)