Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

'નમસ્તે ઇંગ્લેન્ડ'ના સેટ પર પરિણીતીનો મસ્તીભર્યો વિડિઓ વાઇરલ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અત્યારે પોતાની આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના શૂટિંગમાં  વ્યસ્ત છે આ શૂટિંગ પંજાબમાં થઇ રહી છે. તાજેતરમાં પરિણીતીએ સોશિયલ મીડિયા પર ફોટો અને વિડિઓ શેયર કર્યો હતો જે વાઇરલ થઇ રહ્યો છે જેમાં પરિણીતી પોતાના ફ્રેન્ડ્સ સાથે વિચિત્ર પ્રકારના નખરા કરતી જોવા મળી છે.  પરિણીતી ચોપડાની ઓપોઝીટ નમસ્તે ઇંગ્લેડન્માં અર્જુન કપૂર છે.આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ છે જે 2007માં રિલીઝ થઇ હતી.

(4:53 pm IST)