Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અજય-અનિલની જોડી ભલે ફલોપ રહી, અનિસને ચિંતા નથી

અજય દેવગણે અનિસ બાઝમી નિર્દેશીત ફિલ્મ સાઢેસાતી સાઇન કરી છે. આ કોમેડી ફિલ્મમાં અજય એવા વ્યકિતનો રોલ નિભાવી રહ્યો છે જેનુ નસિબ સતત સાત વર્ષથી તેની સાથે નથી. આ કોમેડી ફિલ્મ છે. અજયએ સ્ક્રિપ્ટ સાંભળતા જ હા પાડી દીધી હતી. અનિસ હલકી-ફુલકી કોમેડી-મનોરંજક ફિલ્મો માટે જાણીતો છે. રેડી, વેલકમ, મુબારકા, થેન્કયુ સહિતની ફિલ્મો તેણે આપી છે. સાઢેસાતીમાં અજય સાથે અનિલ કપૂર પણ છે. અજય અને અનિલે અગાઉ લજ્જા અને તેજ નામની ફિલ્મો સાથે કરી હતી. એ બંને ફિલ્મો નિષ્ફળ નિવડી હતી. તેજ તો ખુબ મોટા બજેટની ફિલ્મ હતી. લોકો અજય-અનિલની જોડી પર સવાલ ઉઠાવી રહ્યા છે. પણ અનિસને એની ચિંતા નથી. આશા રાખીએ કે આ વખતે બંનેની આ ફિલ્મ સુપરહિટ નિવડે.

(10:07 am IST)