Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

શશાંક ખેતાન આ બૉલીવુડ સ્ટારને લઈને બનાવશે 2020માં ફિલ્મ

મુંબઈ: બોલિવૂડના ચલકલેટીના હીરો વરૂણ ધવન ફરી એકવાર ડિરેક્ટર શશાંક ખેતાન સાથે કામ કરતા જોવા મળી શકે છે. શશાંક ખેતાને વરુણ ધવન સાથેની 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' જેવી બે સુપરહિટ ફિલ્મ્સ ડાયરેક્ટ કરી છે.એક એવી ચર્ચા છે કે શશાંક ફરી એકવાર વરુણ સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શશાંકની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ ફિલ્મ નિર્માતા કરણ જોહરને પસંદ આવી છે અને તેણે આ ફિલ્મ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.ચર્ચા છે કે આ ફિલ્મમાં વરૂણ ધવન સાથે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણીની પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મના નામ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેનું ઉદઘાટન આવતા વર્ષના મધ્યભાગથી શરૂ થશે.

(5:36 pm IST)