Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પ્રિયંકા-નિકના લગ્નની વિધિઓ મુંબઈના નવા નહીં જુના ઘરેથી શરૂ : પહેલું ઘર સાથે પ્રિયંકા ખુબ જ ઇમોશનલી :મોટા પ્રસંગ માટે પસંદગી

એપાર્ટમેન્ટના એન્ટ્રન્સને પીળા વસ્ત્રથી સજાવાયુ : ગણેશ પૂજા સાથે લગ્નની વિધિનો પ્રારંભ

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરના દિવસે જોધપુર ખાતે લગ્ન થનાર છે ત્યારે લગ્નની વિધિઓ શરૂ થઈ છે. આજે મુંબઈમાં પ્રિયંકા ચોપડાના ઘર ખાતે લગ્નની વિધિ શરૂ થઈ છે ત્યારે પ્રિયંકાએ આ વિધિ કરવા માટે તેના નવા ઘરની નહીં પણ તે પહેલાં જ્યાં રહેતી હતી એ રાજ ક્લાસિકની પસંદગી કરી છે

   હાલમાં પ્રિયંકાના આ ઘરને આજે થનારી ગણેશ પૂજા માટે સજાવવામાં આવ્યું છે. આ શુભારંભ માટે આખા એપાર્ટમેન્ટના એન્ટ્રન્સને પીળા વસ્ત્રથી સજાવવામાં આવ્યું છે. 

   પ્રિયંકાની સગાઈ અને રોકા પછી આજ ગણેશ પૂજા સાથે લગ્નની વિધિનો પ્રારંભ થશે. આ પૂજામાં પ્રિયંકા ચોપડા અને નિકનો પરિવાર તેમજ નજીકના મિત્રો શામેલ થયા છે. પ્રિયંકાએ આ વિધિ કરવા માટે પોતાના નવા ઘરને બદલે જુના ઘરની પસંદગી કરી છે એ પાછળનું કારણ એકદમ ઇમોશનલ છે. 

   હકીકતમાં પ્રિયંકાએ પોતાની કરિયરની શરૂઆતમાં સ્ટારડમ મેળવ્યા પછી પોતાની કમાણીથી આ પહેલું ઘર ખરીદ્યું હતું અને આ કારણે પ્રિયંકા પોતના આ ઘરને બહુ લકી માને છે. આ સિવાય પ્રિયંકા આ ઘરમાં પોતાના દિવંગત પિતા, માતા અને ભાઈ સાથે વર્ષો સુધી રહી હોવાના કારણે એની સાથે ઇમોશનલી જોડાયેલી છે. આ કારણે પ્રિયંકાએ પોતાના જીવનના મોટા પ્રસંગ માટે આ ઘરની પસંદગી કરી છે. આ પૂજા પછી સાંજે ચાર્ટડ ફ્લાઇટ પછી પ્રિયંકા અને નિક આખા પરિવાર સાથે જોધપુર રવાના થઈ જશે.

(9:07 pm IST)