Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

'કેદારનાથ'નું નવું ટીઝર લોંન્ચ :સારા લુકમાં જ નહીં પણ એક્ટિંગમાં ય છે માતા અમૃતાની યાદ અપાવે છે

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનનો દેખાવ તેની માતા અમૃતા સિંહને મળતો આવે છે.તેની પહેલી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર જોઈને બધા સારાની સરખામણી તેની માતા અમૃતા સિંહ સાથે કરવા લાગ્યા છે આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ થયું છે આ ટીઝરમાં સારાની એક્ટિંગ તેની માતા અમૃતાની મારફાડ એક્ટિંગની યાદ અપાવે છે. 

    આ ફિલ્મમાં ગૌરી કુંડથી ભગવાન શિવના 2000 વર્ષ જુના મંદિર કેદારનાથ સુધીની 14 કિલોમીટર લાંબી તીર્થયાત્રા પર આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત અને સારાના પાત્રો ક્રમશ: મંસુર અને મુક્કુની પ્રેમકથા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. 

આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં કેદારનાથમાં આવેલા ભયાનક પૂરના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં પાણીમાં વહેતા જાનવર અને લોકોના વિઝ્યુઅલ બહુ દમદાર છે. આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની પ્રેમકથા પણ નજરે ચડે છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(8:59 pm IST)