Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પ્રિયંકા - નિકના લગ્નમાં મહેમાનોને અપાશે ખાસ - યાદગાર ગિફ્ટ

ચાંદીના સિક્કાની એક બાજુ NP લખેલું: બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ

મુંબઈ :ગ્લબલ સ્ટાર પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે જોખપુરના ઉમ્મેદ ભવનમાં નિક જોનાસ સાથે લગ્ન કરશે વેડિંગમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે.આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા ખાસ ભેટ આપશે.

  મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલ મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ચાંડીનો સિક્કો ભેટમાં આપશે. સિક્કાની એક બાજુ NP લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ છે. મહેમાનોને લગ્નના અંતમાં આ ખાસ હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.

(1:53 pm IST)