Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

યામી ગોૈતમનું આકર્ષક ફોટોશૂટ

અભિનેત્રી યામી ગોૈતમે તાજેતરમાં એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં ચાહકોએ ખુબ પસંદ કરી છે. યામી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી છે. તેણે દૂલ્હનના વસ્ત્રોમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનના કવર ફોટો પર યામી ગુલાબી રંગના ચણીયા ચોલીમાં જોવા મળી રહી છે. નાકમાં નથ પણ પહેરી છે. અન્ય એક તસ્વીરમાં યામી લીલા રંગના ડ્રેસમાં જોવા મળી છે. તેની સાથે દુપટ્ટો પણ ઓઢ્યો છે. યામીએ કેપ્શનમાં પણ અલોૈકિક શબ્દનો ઉપયોગ કર્યો છે. તમામ તસ્વીરોમાં યામી અત્યંત આકર્ષક દેખાઇ રહી છે. તેના ટુંકા વાળ સાથેના અલગ લૂકના પણ વખાણ થઇ રહ્યા છે. ટીવી રિસીયલ થકી કારકિર્દીની શરૂઆત કરનાર યામી ૨૦૧૨માં વિક્કી ડોનર ફિલ્મથી બોલીવૂડમાં આવી હતી. આજે અહિ જાણીતું નામ બની ગઇ છે. તે હાલમાં પોતાની ફિલ્મ 'ઉરી'ના કામમાં વ્યસ્ત છે.

(9:42 am IST)