Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

'હાઉસફુલ-૪' છે ચાર ગણી મજેદારઃ રિતેશ દેશમુખ

અભિનેતા રિતેશ દેશમુખે હાલમાં જ હાઉસફુલ-૪નું પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લીધું છે. રિતેશે હાઉસફુલની અગાઉની ફિલ્મો પણ કરી છે. તે કહે છે હાઉસફુલ-૪ એ અગાઉની ત્રણેય ફિલ્મો કરતાં ચાર ગણી વધુ મજેદાર છે. રિતેશે સોશિયલ મિડીયા પર હાઉસફુલ-૪ની ટીમ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ ફિલ્મના દરેક દ્રશ્યો અત્યંત મજેદાર છે. આ વખતે જુના મિત્રો ઉપરાંત કેટલાક પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાની પણ તક મળી છે. હાઉસફુલ-૪ સંપુર્ણ રીતે વિસ્ફોટક છે. ૨૦૧૯ની દિવાળીએ આ ફિલ્મ આવશે. આ ફિલ્મના નિર્દેશક સાજીદ ખાન પર યોૈન ઉત્પિડનનો આરોપ આવતાં તેને ફિલ્મ છોડવી પડી હતી. એ પછી ફરહાદે નિર્દેશન સંભાળ્યું હતું. તો આ ફિલ્મમાંથી નાના પાટેકરને પણ મી ટૂ કેમ્પેઇનને કારણે અલગ થવું પડ્યું હતું. તેની જગ્યાએ રાણા દગ્ગુબત્તીને લેવામાં આવ્યો હતો.

(9:41 am IST)