Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

થિયેટરમાં ફિલ્‍મો જોવા થઈ જાવ તૈયારઃ ૨૦૨૧-૨૨માં રિલીઝ થશે આ ફિલ્‍મો

તમારા મનગમતા અભિનેતા અક્ષય કુમાર, આમિર ખાન, રણબીર કપૂર, રણવીર સિંહને જોઈ શકશો સિલ્‍વર સ્‍ક્રિન પર

મુંબઇ,તા. ૨૮: કોરોનાના કપરા સમય બાદ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ૨૨ ઓક્‍ટોબરથી થિયેટરો ફરી શરુ થવા જઈ રહ્યાં છે. ત્‍યારે મોટા મોટા ફિલ્‍મમેકર્સે તેમની ફિલ્‍મોની નવી રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે. એટલે હવે દર્શકોએ પણ થિયેટરમાં ફિલ્‍મ જોવા તૈયાર થઈ જવાનું છે. આમીર ખાન સ્‍ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા'અક્ષય કુમારની ‘પૃથ્‍વીરાજ' અને ‘બચ્‍ચન પાન્‍ડે'રણબીર કપૂર ની શમશેરા અને રણવીર સિંહની ‘૮૩' (૮૩)એ નવી રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે.
ફિલ્‍મ મેકર રોહિત શેટ્ટીની કાઙ્ઘપ એક્‍શન ડ્રામા ફિલ્‍મ ‘સુર્યવંશી'દિવાળીમાં થિયેટરીકલ રિલીઝ થશે. અક્ષય કુમાર સ્‍ટારર આ ફિલ્‍મ પ્રથમ ફિલ્‍મ હતી જેની રિલિઝ તારીખ કોરોનાને કારણે ગત વર્ષે પાછળ ઠેલવવામાં આવી હતી.
‘સુર્યવંશી'સહિત અક્ષય કુમારની ચાર ફિલ્‍મો દસ મહિનામાં રિલીઝ થશે. યશ રાજ ફિલ્‍મ્‍સની ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્‍દર્શિત ‘પૃથ્‍વીરાજ'૨૧ જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ ફિલ્‍મ દ્વારા મિસ વર્લ્‍ડ ૨૦૧૭ માનુષી ચિલ્લર ડેબ્‍યૂ કરી રહી છે. અક્ષય કુમારની સાજિદ નડિયાદવાલા ની ફિલ્‍મ ‘બચ્‍ચન પાન્‍ડે'૪ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ ફિલ્‍મમાં અક્ષય ગેન્‍ગસ્‍ટરની ભૂમિકા ભજવે છે. જે હીરો બનવા માંગે છે. અક્ષય કુમાર અને માનુષી ચિલ્લરની સાથે આ ફિલ્‍મમાં જેક્‍લિન ફનર્ાિન્‍ડસ ક્રિતી સેનન અને અર્શદ વારસીછે. અક્ષય કુમારની ચોથી ફિલ્‍મ ‘રક્ષા બંધન'પણ થિયેટરમાં જ રિલીઝ થશે. આનંદ એલ રાય દિગ્‍દર્શિત આ ફિલ્‍મ ૧૧ ઓગસ્‍ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. જેમાં ભુમિ પેડણેકર સાદિયા ખાતિબ સહજમીન કૌર દીપિકા ખન્ના અને સ્‍મૃતિ શ્રીકાંત છે.
આમિર ખાનની ફિલ્‍મ ‘લાલ સિંહ ચઢ્ઢા'પહેલા ડિસેમ્‍બરમાં રિલીઝ થવાની હતી. પણ હવે તે વર્ષ ૨૦૨૨માં વેલન્‍ટાઈન દિવસે રિલીઝ થશે. અદ્વેત ચંદન દિગ્‍દર્શિત આ ફિલ્‍મ વર્ષ ૧૯૯૪માં આવેલી ટોમ હેન્‍ક ની ફિલ્‍મ ‘ફોરેસ્‍ટ ગમ્‍પ' ની ઓફિશ્‍યલ રીમેક છે. ‘લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે ડિસેમ્‍બર મહિનામાં કિસમસ પર રિલીઝ થવાની હતી. પરંતુ તે સ્‍લોટ રણવીર સિંહની ફિલ્‍મ ‘૮૩'એ લઈ લીધો છે.
કબીર ખાન (ર્ધ્‍ીણુશશ્વ ધ્‍ત્રર્્ીઁ) દિગ્‍દર્શિત રણવીરસિંહ અને દિપિકા પાદુકોણ સ્‍ટાટર ફિલ્‍મ ‘૮૩' આ ફિલ્‍મ ૧૯૮૩જ્રાક્રત્‍ન ભારતે વર્લ્‍ડકપ જીત્‍યો તેના પર આધારિત છે. રણવીર સિંહ ભારતના ભૂતપુર્વ કેપ્‍ટન કપિલ દેવની ભૂમિકા ભજવે છે અને દિપિકા કપિલની પત્‍ની રોમી દેવની ભૂમિકા ભજવે છે. આ ફિલ્‍મ ડિસેમ્‍બર મહિનામાં થિયેટરમાં રિલીઝ થશે. મલ્‍ટી સ્‍ટારર ફિલ્‍મ હિન્‍દી, તામિળ, તેલૂગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. કોરોના રોગચાળાને લીધે આ ફિલ્‍મની રિલીઝ એપ્રિલ ૨૦૨૦માં ઠેલવવામાં આવી હતી.
આ ઉપરાંત રણવીર સિંહની દિવ્‍યાંગ ઠક્કર દિગ્‍દર્શિત ફિલ્‍મ ‘જયેશભાઈ જોરદાર'૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ ફિલ્‍મમાં રણવીર ગુજરાતી વ્‍યક્‍તિની ભૂમિકા ભજવે છે. જેનું કેટલુક શૂટિંગ ગુજરાતમાં થયું છે.
યશ રાજ ફિલ્‍મ્‍સની ‘શમશેરા' અને ‘બંટી ઔર બબલી ૨'  પણ આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની છે. સૈફ અલી ખાન , રાની મુખર્જી , સિદ્ધાંત ચર્તુવેદી અને શરવરી સ્‍ટારર ફિલ્‍મ ‘બંટી ઔર બબલી ૨' વર્ષ ૨૦૦૫માં આવેલી ક્રાઈમ કોમેડી ફિલ્‍મ ‘બંટી ઔર બબલી'ની સિક્‍વલ છે. વરુણ વી શર્મા ની ફિલ્‍મ વર્લ્‍ડવાઈડ ૧૯ નવેમ્‍બરે રિલીઝ થશે. જયારે રણબીર કપૂર સ્‍ટારર ‘શમશેરા'૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્‍મમાં વાણી કપૂર અને સંજય દત્ત મુખ્‍ય ભૂમિકામાં છે.
અભિનેના શાહિદ કપૂર ની ફિલ્‍મ ‘જર્સી'જે એ જ નામની તેલૂગૂ ફિલ્‍મની રિમેક છે તે ૩૧ ડિસેમ્‍બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ગૌથમ તિન્નનુરી દિગ્‍દર્શિત આ ફિલ્‍મ પહેલા થિયેટરમાં રિલીઝ થવાની હતી.
તદઉપરાંત ફિલ્‍મ મેકર અભિષેક કપૂર ની આયુષમાન ખુરાના અને વાણી કપૂર સ્‍ટારર રોમેન્‍ટિક ડ્રામા ફિલ્‍મ ‘ચંદીગઢ કરે આશિકી'આ વર્ષે ડિસેમ્‍બરમાં રિલીઝ થશે. આ ફિલ્‍મ પહેલા ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં રિલીઝ થવાની હતી.
રવિવારે અભિનેતા ટાઈગર શ્રોફએ નડિયાદવાલા પ્રસ્‍તુત ફિલ્‍મ ‘હિરોપંતી ૨' ૬ મે ૨૦૨૨ના રિલીઝ થશે તેવી જાહેરાત કરી છે. આ એક્‍શન ડ્રામા ફિલ્‍મ વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્‍મની સિક્‍વલ છે. પહેલાં આ ફિલ્‍મ ત્રીજી ડિસેમ્‍બરે રિલીઝ થવાની હતી.
ફિલ્‍મોની રિલીઝ ડેટ જોતા લાગે છે કે દર્શકોના મનોરંજનનું કેલેન્‍ડર ફુલ થઈ ગયું છે.


 

(10:29 am IST)