Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઓટીટી પ્લેટફોર્મ પર છવાયેલી રહે છે એકતા કપૂર

કોરોના વાયરસને કારણે મનોરંજન ઉદ્યોગ કેટલાક મહિનાથી ઠપ્પ હતો. હવે કન્ટેન્ટ કવીન એકતા કપૂર ફરીથી ધમાકેદાર શો, સિરીઝ અને ફિલ્મો આપવા માટે કામે  લાગી ગઇ છે. તાજેતરમાં જ તેણે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એક શો અને ફિલ્મ રિલીઝ કર્યા છે. તેના વેબ શો બ્રોકન બટ બ્યુટીફુલનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. તાજેતરમાં દિલ હી તો હૈની ત્રીજી સિઝન અને ડોલી કીટી ઓૈર વો ચમકતે સિતારે નામની ફિલ્મ  ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી છે. એકતા કપૂર દર્શકોને સતત નવા અને તાજા વિષયો સાથેના શો-ફિલ્મો આપવા માંગે છે. આ માટે તે સતત મહેનત કરે છે. દર્શકોની નાડ પારખતી એકતાના શોમાં વિવિધ પ્રકારના મસાલા હોય છે. ટીવી પરદાની રાણી કહેવાતી એકતા બોલીવૂડમાં ફિલ્મો પણ આપી ચુકી છે. હાલમાં તે ડિજીટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર સતત નવી વેબ સિરીઝ, ફિલ્મો અને શો આપવા કાર્યરત છે. આ કારણે તે સતત વ્યસ્ત છે અને ઓટીટી પ્લેટફોર્મ પર છવાયેલી છે.

(9:28 am IST)