Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અભિનેત્રી તરીકે ઉભરવાની તક મળશેઃ સઇ માંજરેકર

સલમાન ખાન સાથે દબંગ-૩માં કામ કરી અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી સઇ માંજરેકરના હાથમાં મોટી ફિલ્મ આવી છે. પીઢ અભિનેતા મહેશ માંજરેકરની દિકરી સઇને 'મેજર' નામની ફિલ્મમાં મહત્વની ભુમિકા મળી છે. શહિદ એનએસજી કમાન્ડો સંદિપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારીત ફિલ્મ મેજર મુંબઇના ૨૬/૧૧ના હુમલા પર આધારીત છે. આ દિવસે થયેલા આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડો શહિદ થયા હતાં. આ ફિલ્મ હિન્દી તેમજ તેલુગુ ભાષામાં રિલીઝ થશે. સઇએ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલમની અને પોતાના રોલની માહિતી આપી છે. તેણે લખ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ મારી ભુમિકા પર ખુબ મોટો પ્રભાવ પાડે છે તે મહત્વપુર્ણ છે. મને અભિનેત્રી તરીકે ઉભરવાની આ તક છે. મેજર ઓફર થતાં જ મેં હા કહી દીધી હતી.  ફિલ્મનું નિર્દેશન શશી કિરણ કરી રહ્યા છે. તે કહે છે ઘટના બની ત્યારે આપણામાંથી કોઇ ત્યાં નહોતું. અમે કલ્પનાથી જે બતાવશું તેમાં વાસ્તીકતાના રંગો હશે. આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે.

(9:28 am IST)