Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ફિલ્મમાં પતિનું નેગેટિવ પાત્ર જોઈને હેરાન થઇ ગઈ જેનેલિયા

મુંબઈ: ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મરજાવાના ટ્રેલરને ખુબજ સારો એવો પ્રતિભાવ મળ્યો છે ફિલ્મમાં રિતેશ દેશમુખ નેગેટિવ પાત્રને નિભાવતા જોવા મળશે જેને  લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે ત્યાં રિતેશની પત્ની જેનેલિયાએ પણ  તેના માટે એક મેસેજ લખ્યો છે.

                   જેનેલિયાએ ફિલ્મના ટ્રેલર અને બધા કલાકારોના ખુબજ વખાણ કર્યા છે પરંતુ પોતાના પતિ માટે તેમને એક સંદેશો  લખ્યો છે કે રિતેશ સારું પાત્ર કે  ખરાબ મારુ દિલ હંમેશા તારી સાથે છે ફિલ્મની કહાની એક લવ સ્ટોરી છે અને ફિલ્મમાં રિતેશ એક વિલનનું પાત્ર ભજવી રહ્યા છે.

(5:46 pm IST)