Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ડાન્સ ઇન્ડિયા ડાન્સ બેટલ ચેમ્પીયન્સના સેમીફાઇનલ સુધીની સફળ કેડી કંડારતી રાજકોટની માનસી ધ્રુવ

રાજકોટ તા. ૨૮ : એકસપ્રેસન કવીન અને ગુજરાતી માધુરી તરીકે નામના મેળવી જનાર રાજકોટની ૧૫ વર્ષની માનસી ધ્રુવ ઝી ટી.વી. પર દર શનિ-રવિ રાત્રે ૮ થી ૯.૩૦ પ્રસારીત થતા ડાન્સ રીયાલીટી શોમાં ડાન્સ ઇન્ડીયા ડાન્સ બેટલ ઓફ ચેમ્પીયન્સના સેમી ફાઇનલ સુધી પહોંચી ધ્રુવ પરિવાર અને રાજકોટ ગુજરાતનું નામ રોશન કરેલ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ડાન્સીંગ સ્કીલથી શો ના જજીસના દીલ જીતીલેનાર માનસીને સુપર સ્ટાર ઓફ ધ શો નું ટેમ મળેલ. જજીશ કરીના કપુર ખાને તેણીને લીટલ આલીયા ગણાવી હતી. તો કરીના કપુરે પણ ટેલેન્ટને કાબીલે દાદ ગણાવી હતી.

માત્ર ૭ વર્ષની ઉંમરથી કથ્થક ક્ષેત્રે પ્રવેશ કરી ડાન્સની દુનિયામાં ખીલી ઉઠેલી માનસી જે એન્ડ ટી ડાન્સ એન્ડ મ્યુઝીક કંપનીમાં ડાન્સ ગુરૂ જયદીપ ટીમાણીયા પાસેથી છેલ્લા ચાર વર્ષર્થી વેસ્ટર્ન ડાન્સ સ્ટાઇલ કન્ટેમ્પરરી, બોલીવુડ, હીપહોપ, ઝેઝ, અર્બનની તાલીમ લઇ રહી છે.

સાથો સાથ ધો.૧૦ ના અભ્યાસમાં પણ એટલુ જ ધ્યાન આપી રહેલ માનસી કહે છે કે કથ્થક મારૂ પ્રિય નૃત્ય છે અને ભવિષ્યમાં ઇન્ડિયન કલાસીકલ કથ્ક ડાન્સ પરફોર્મ કરવાનું મારૂ સ્વપ્ન છે. મને આ ઝળહળતી સિધ્ધી અપાવવામાં મારા પિતાશ્રી મેહુલભાઇ ધ્રુવ (મો.૯૮૨૫૨ ૮૮૭૧૧) નો સિંહ ફાળો રહ્યો છે.

(3:37 pm IST)