Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યો યો હની સિંગના નવા વિડિઓ સોન્ગમાં આ બૉલીવુડ કલાકર મળશે જોવા

મુંબઈ:યો યો હની સિંગે પ્રભુદેવાની ફિલ્મ ‘હમસે હૈ મુકાબલા’ ના સુપરહિટ સોંગ ‘ઉર્વશી’ને રીક્રિએટ કર્યુ છે. આ સોંગમાં શાહીદ કપૂર અને કિયારા અડવાણી પોતાનો જલવો દેખાડી રહ્યા છે. એ તો તમે આ સોંગને જોઈને જ બતાવી શકશો કે આ સમયે ‘ઉર્વશી’ એ પહેલા જેવો હોટ અંદાજ ચલાવ્યો છે કે નહી.આપને જણાવી દઈએ કે, આ પહેલા ‘સત્યમેવ જયતે’ માટે તૈયાર થયેલુ સોંગ ‘દિલબર’ પણ સુપરહિટ સાબિત થયુ હતું. થઈ શકે છે કે, આ સોંગ પણ ‘દિલબર’ની જેમ સુપરહિટ સાબિત થાય. આ સોંગને થોડા સમય સાંભળ્યા પછી તમે આ સોંગ ના બીટ્સ સાથે જોડાય જશો.જો કે આ વાત નકારી ન શકાય કે  હજુ આ સોંગને જોઈ કે સાંભળીને પ્રભુદેવાના સ્ટેપ્સ જરૂર યાદ આવે છે. સોંગમાં કિયારા અને શાહિદ વચ્ચે જબરજસ્ત કેમિસ્ટ્રી જોવામાં આવી રહી છે.

(5:16 pm IST)