Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બિગ બોસ-12 ટીઆરપીમાં ત્રીજા નંબર પર

મુંબઈ:દર સપ્તાહે ટીઆરપી લિસ્ટ ચોંકાવનારી રહે છે, પરંતુ આ સપ્તાહની ટીઆરપી લિસ્ટે તો તમામને હેરાન કરી દીધા છે. આ વખતે સલમાનના શો બિગબોસ-૧૨નો જાદૂ કંઈક એવો ચાલ્યો છે કે તેણે કેટલાક ટોપ ટીવી શોને પાછળ છોડી દીધા છે. બિગ બોસ-૧૧ની જેમ તેની ૧૨મી સીઝનને પણ ઓનલાઈન ઘણા લોકો જોઈ રહ્યા છે. પ્રથમ વીકમાં ઓનલાઈન ટીઆરપી પર બિગ બોસ-૧૨ને નંબર-૩ની જગ્યા લીધી છે તો નાગિન-૨ નંબર ૧ની જગ્યાએ નંબર-૨ પર પહોંચી ગઈ છે. જ્યારે નંબર-૧ પર ઈશ્કબાઝ પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે આગામી સપ્તાહની ટીઆરપી લિસ્ટમાં બિગ બોસ-૧૨ પ્રથમ ક્રમાંક મેળવી લેશે. કારણકે તેના ચાહકોનો વર્ગ આ વખતે મોટો છે. તેનુ કારણ એ પણ છે કે આ વખતે અનુપ જલોટા અને તેની કથિત ગર્લફ્રેન્ડની ચર્ચા ખૂબ જ થઈ રહી છે, જે જોતા આ બન્નેના કારણે બિગ બોસ-૧૨ની ટીઆરપી વધી શકે છે.

(5:16 pm IST)