Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સૂરોથી ખીલેલું –''સુવર્ણ કમળ''

સ્વર કિન્નરી લતા મંગેશકર નો ૯૦મો જન્મદિવસ

સ્વરકોકિલા ભારતરત્ન લતા મંગેશકરની મહાન સંગીત યાત્રા

૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ ના દિવસે આ ધરા ઉપર સાક્ષાત સરસ્વતી જેમના કંઠમાં વસે છે તેમનું અવતરણ થયું.મરાઠી પરિવારમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેર માં  મહાન નાટ્યકાર શ્રી દીનાનાથ મંગેશકર માતૃશ્રી સેવન્તીબેન મંગેશકર ના ઘરે સૌથી મોટી દીકરીના રૂપમાં જન્મ થયો ભારતના સૌથી લોકપ્રિય અને આદરણીય ગાયિકા જેમનો સાત દાયકાનો કાર્યકાળ મહાન  ઉપલબ્ધિઓથી ભરેલ પડેલ છે.આ સ્વર્ગ લોકની સ્વરકિન્નરીને ઓળખવામાં પિતાશ્રી દીનાનાથ મંગેશકરને જરા પણ વાર ન લાગી માત્ર પાંચ વર્ષના લતાજી હતા ત્યારથી તેમના પિતાજીની   સાથે  રંગમંચનાં કલાકારનાં રૂપમાં અભિનય શરુ કરેલ લતાજીની અદમ્ય ઈચ્છા બાળપણથી જ ગાયક બનવાની હતી પરંતુ પિતાશ્રી દીનાનાથ મંગેશકરનાં આકસ્મિક અવસાન બાદ (માત્ર તેર વર્ષની ઉંમર નાં લતાદીદી) લતાજી ને પૈસા માટે થોડી મરાઠી તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનય કરેલ. લતાજીની અભિનેત્રીના રૂપમાં પહેલી મરાઠી ફિલ્મ ૧૯૪૨ માં ''પાહેલી મંગલા ગૌર '' કરેલ હતી.ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.૧૯૪૭ માં વસંત જોગલેકરએ તેમની ફિલ્મમાં લતાજીને ગાવાનો  મોકો આપેલ અને ખુબ ચર્ચામાં પણ રહ્યા ગીતો ત્યારબાદ કમલ અમરોહીની ૧૯૪૯ માં આવેલ ''મહલ'' ફિલ્મમાં ''આયેગા આનેવાલા'' ગીત ખુબસુરત અભિનેત્રી મધુબાલા માટે ગાવાનો મોકો મળ્યો આ ફિલ્મ  મધુબાલા  તથા લતાજી બંને માટે ખુબ સુકનીયાળ સાબિત થઈ ત્યારબાદ લતાજી એકપછી એક સફળતા નાં શિખરો સર કરતાં રહ્યા.

     એક અદભુત કહી શકીએ તેવી હસ્તી જેમણે અસંખ્ય ગીતોને અમરત્વ બક્ષ્યું છે અને એવા ગીતો ગયા કે એમની સફળતાને કારણે અનેક ફિલ્મો એ સફળતાના શિખરો સર કર્યા   કોકિલ કંઠી લતાજીની ધમાકેદાર એન્ટ્રી થઇ ત્યારથી જાણે પ્લેબેક સીગીંગના એક નવા યુગની શરૂઆત થઇ.

       લાતાજી નાં યાદગાર  ગીતો ૧.લગ જા ગલે ફિર એ હસી રાત ...,૨.આયેગા આયેગા આયેગા આનેવાલા...,૩.તુજસે નારાઝ નહી ઝીંદગી ...,૪.તેરે બીના ઝીન્દગી સે કોઈ ...,૫.બેતાબ દિલ કી તમન્ના ...,૬.દિલ તો હૈ દિલ...,૭.તેરે મેરે  મિલન કી એ..., ૮.બાંહોમેં ચલે આ .., ૯.યારા સીલી સીલી...,૧૦. સાગર કિનારે દિલ યે...,૧૧.પ્યાર કિયા તો ડરના કયા..., ૧૨ કહી દીપ જલે કહી દિલ ....,૧૩ ઓ સજના બરખા બહાર આઈ...,૧૪ કુછ દિલને કહાઁ....,૧૫ દિલ કા દિયા જલા કે  ગયા કૌન...,૧૬ બડા નટખટ હૈ કિશન કનૈયાં...,૧૭ સત્યમ શિવમ સુંદરમ...,૧૮ અજીબ દાસ્તાં હૈ યે...,૧૯ નૈનો મેં બદરા છાયે...,૨૦ જો હમને દાસ્તાં અપની સુનાઈ...,લાતાજી નું પહેલું હિન્દી ગીત ''માતા એક સપૂત કી દુનિયા બદલ દે તુ...,(મરાઠી ફિલ્મ ગજાબાહુ ૧૯૪૩)લતાજી નું પહેલું મહમદ રફી સાથેનું યુગલ ગીત  ફિલ્મ ''સાદી સે પહેલે'' (૧૯૪૭) ચલો હો ગઈ તૈયાર.... લતાજી નું પહેલું કિશોર કુમાર સાથેનું યુગલ ગીત  ફિલ્મ ''ઝીદ્દી'' (૧૯૪૮)યે કૌન આયા રે...,

સ્વરકિન્નરી લતાજીએ મુહોમ્મદ  રફીજી સાથે કિશોરકુમાર સાથે સેંકડો ગાયનો ગાયા અને લોકપ્રિય રહ્યા સાથે મુકેશજી,મહેન્દ્ર કપૂર,મન્ના-ડે, સુરેશ વાડેકર, અમિતકુમાર, નીતિનમુકેશ, પંકજ ઉધાસ,જગજીતસિંહ, હરિહરણ, કુમારસાનું,ઉદિત નારાયણ, શબ્બીર કુમાર,અસ્ ડી.બાલા સુબ્રમણ્યમ, મનમોહનસિંહ વિગેરે અનેક આજની પેઢીના ગાયકો સાથે ગાયનો ગાયા. મધુબાલા થી લઈને કરીના કપૂર સુધીની અભિનેત્રીને કંઠ આપ્યો.

આજે એક મહાન પાશ્વગાયિકા છે. જેમના પર ભગવાન પણ મહેરબાન હોય મીરાના ભજનોની જેમ તેમની અવાજ અમર રહેશે આજે પણ સાદગીભર્યું જીવન કયારેય કોઈપણ જાતનો મેકઅપ કર્યો નહી હમેશાં ખુલ્લા પગે ગીતો રેકોર્ડ કર્યા આટલા મોર્ડન યુગમાં પણ તેમની અંદરની સાદગી અને તેમના અવાજ થી લાખો કરોડો લોકોના  દિલમાં વસ્યા છે.

પ્રસિદ્ઘ સંગીતકાર નૌસાદજી એ કહ્યું 

 ''રાહોમેં તેરે નગ્મે મહેફિલ મેં સદા તેરી

 કરતી હૈ સભી દુનિયા તારીફ લતા તેરી

 દીવાને તેરે ફનકે ઈન્સા તો ફિર ઈન્સા હૈ

 હદ યહ હૈ કી સુનતા હૈ આવાઝ ખુદા તેરી

 તુજે નગમો કી જાં અહલે નઝર યુંહી નહી કહતે

 તેરે ગીતો કો દિલ કા હમસફર યું હી નહી કહતે

 સુની સબને મુહોબ્બત કી ઝુબાં આવાઝ મેં તેરી

 ધડકતા  હૈ દિલ એ હિન્દોસ્તા આવાઝ મેં તેરી  ''

 બી.બી.સી.ન્યુઝનાં એક ઇન્ટરવ્યુંમાં પ્રશ્ન પૂછવામાં આવેલ ''લોગ કહતે  હૈ કી લતા હી સંગીત હૈ તો આપકે લીયે સંગીત કયા હૈ ? તબ લતાજી ને જવાબ દિયા સંગીત મેરા જીવન હૈ ઔર સંગીત કે બગૈર મેં અપને આપ કો કુછ  નહી સમજતી હું ,સંગીત કે બીના લતા કુછ  નહી''

લતાજી એક એવા જીવિત વ્યકિત છે જેમના નામથી પુરસ્કાર દેવાય છે. ''છ'' દાયકાની સફળતમ કારકિદી અને ત્રણ-ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે કંઠ આપનારા લતાજીનું નિવાસ સ્થાન ૧૦૧ , પ્રભુકુંજ મુંબઈ ખુબજ સાદગીભર્યું છે. એક લાકડાનો કબાટ જેમાં જાત -જાતના પુસ્તકો ,અને સામયિકો તેમના ડ્રોઈગરૂમમાં નજરે પડે છે અને સાથે કાચની પેટીમાં હાથીદાંત માંથી બનાવેલો ભગવાન શ્રી કૃષ્ણનો રથ.

આ સંગીતપ્રેમી પરિવાર માટે રીયાઝનું ભરપૂર મહત્વ પરંતુ સંગીત કક્ષનું કદ ન માની શકાય તેટલું નાનું એટલે કે છ બાય આઠ ફૂટ જેવડો કક્ષ જેમાં તાનપુરો બીજું વાંજીત્ર મેટ્રોનોમ અને સંગીતમાં આવશ્યક ગણાય એવું હાર્મોનિયમ અને તબલાની જોડ આ નાનકડા કક્ષ માં ફિલ્મ સંગીતનો એક આખોયુગ રહે છે જેનું નામ લતા મંગેશકર વર્ષો સુધી અવિરત સરિતાની જેમ તેમનો કંઠ વહેતો રહેશે.

જયારે પણ સંગીતની વાતચીત થાય ત્યારે આ મહાન શકશીયતની વાત હોઠ પર જરૂરથી આવે છે. સ્વરકોકિલા લતા મંગેશકર ભારતરત્ન એ આજે ૯૦ માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે લોકો લતાજીને અલગ અલગ નામોથી બોલાવે છે કોઈ સુરોની દેવી તો કોઈ અવાજની જાદુગરણી કોઈ સ્વરકોકિલા  કહે છે. લતાજીએ ૨૦ ભાષામાં લગભગ ૩૦,૦૦૦,થી વધુ ગીતો ગાયા છે.સાથે લગભગ દરેક પ્રસિદ્ઘ સંગીતકારો સાથે કામ કર્યું છે.

અનીલ વિશ્વાસ ,સલીલ ચોધરી ,શંકર જયકિશન , એસ.ડી.બર્મન, આર.ડી. બર્મન, નૌશાદ,મદન મોહન, વસંત દેસાઈ, રવી, ચિત્રગુપ્ત,ખય્યામ,બપ્પી લહેરી,હેમંત કુમાર, સી.રામચંદ્ર, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આનંદ મિલન, નદીમ શ્રવણ, અનુ માલિક, એ.આર.રહેમાન,વિગેરે લગભગ દરેક સંગીતકારો સાથે કામ કર્યું છે.માત્ર એક ઓ.પી.નૈયર સાથે કયારેય કામ ન કર્યું તેમના જણાવ્યા મુજબ એકવાર એક ફિલ્મમાં લતાજીને ઓ. પી.નૈયર ના સંગીત નિર્દેશન માં રેકોર્ડીંગ માટે તારીખ નક્કી થયેલ હતી પરંતુ લતાજીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે રેકોર્ડીંગની તારીખમાં ફેરફાર કરવા જણાવ્યું પરંતુ નૈયરજીએ આ રેકોર્ડીંગ જ કેન્સલ કરી નાખ્યું ત્યારબાદ લતાજી એ કહ્યું કે,કોઈ સંગીત નિર્દેશક જો ગાયકોની સમસ્યા સમજી ન શકે તો ત્યાં મારે ગાવાની જરૂર નથી.ત્યારબાદ કયારેય લતાજી એ ઓ.પી.નૈયર સાથે કામ ન કર્યું.

૧૯૭૪ માં દુનિયામાં સૌથી વધુ ગીત ગાવા માટે ગીનીઝ બુક રેકોર્ડમાં નામ લખાયું.લતાજીએ દો આંખે બારાહ હાથ,દો બીઘા જમીન, મધર ઈન્ડીયા, મુગલે આઝમ, જેવી કેટલીય મહાન ફિલ્મ માં ગીતો ગાયા અને મહલ બરસાત, આહ, શ્રી ૪૨૦, દેવદાસ, એક થી લાડકી, બડી બહન, પાકીઝા, અભિમાન, હસ્તે ઝખમ, સત્યમ શિવમ સુન્દરમ, એક દુજે કે લીયે,જેવી ફિલ્મોમાં તેના અવાજ ના જાદુથી ફિલ્મ ની  લોકપ્રિયતા માં ચાર ચાંદ લાગ્યા. મધુમતી, પ્રેમરોગ, રઝીયા સુલતાન,હરિયાલી  ઔર રાસ્તા,તો બીજી તરફ અનારકલી ના ગીતો યે ઝીન્દગી ઉસીકી હૈ.........,જગ દર્દે ઈશ્ક જાગ..........જેવા ગીતો ની મિસાલ છે.

હેમંત દા નાં સંગીત નિર્દેશન માં ''આંનદ મઠ'' માં લતાજીએ વન્દેમાતરમ ગીત ગાઈને એક અલગ છાપ બનાવી. કવિ શ્રી પ્રદીપજીએ લખેલ ગીત અને સી રામચંદ્રએ સંગીતબદ્ઘ કરેલ ગીત 'એ મેરે વતન કે લોગો........૧૯૬૨ માં ભારતીય સૈનિકો ને સમર્પિત કરવામાં આવેલ ૨૭ જાન્યુઆરી ૧૯૬૩ માં દિલ્હી નેશનલ સ્ટેડીયમ પરથી સ્વર કિન્નરી લતાજી એ રજુ કરેલ ત્યારે પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુની આંખોમાં પાણી આવી ગયા હતા અને આ ગીત હંમેશ હદયસ્પર્શી રહ્યું છે.

પરીવર્તનએ પ્ર્કુતીનો નિયમ છે. એમ ફીલ્મ ક્ષેત્રે પણ આવતા રહેશે પરતું આ સ્વર કોકિલા લતાજીનો અવાજ ગુંજતો રહેશે.

શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દે તેવી  દિલકશ અવાજ ની મલ્લિકા માટે મહાન શકશીયતનાં વાકયો ......

'આપણી પાસે એક સુર્ય છે,એક ચન્દ્ર છે,

 અને એક જ લતા છે.... જાવેદ અખ્તર

 અમને શાસ્ત્રીય સંગીતના કલાકારોને જે વાતાવણ ઉભું કરતા

કરતા ત્રણ કલાક લાગી જાય છે લતા એ જ કામ ત્રણ મીનીટમાં

કરી બતાવે છે..... ઉસ્તાદ અમીર ખાં

 'લતાજી જેટલું વધારે ગણ ગણે છે જેટલું વધારે ગાય છે

એટલો જ આપણો સંગીત વારસો વધુને વધુ સમૃદ્ઘ બને છે...પંકજ મલિક

 'લતાજી એક માત્ર એવી ગાયિકા છે જેને હું મારી કવિતામાં ફેરફાર કરવાની મંજૂરી આપું છુ.'...મજરૂહ સુલતાનપૂરી 

  'પાશ્વ ગાયનની શોધ થઈ એ પહેલા અમે અભિનેત્રીઓ જે ગીતો ગાતી હતી એ માત્ર કહેવા પુરતા જ ગીતો હતા જયારથી લતા એ પાશ્વગાયન માટે કંઠ આપવાનું શરુ કર્યું ત્યારથી જ ખરા અર્થમાં ફિલ્મ સંગીતનો આરંભ થયો.'... કાનન દેવી

 'ફૂલની ડાળી કયાંથી જાણે કે એણે પુષ્પને  કેવો રંગ અને કેવી સુંગંધ પ્રદાન કર્યા છે? શું દીદી એ વાત જાણતા હશે કે સંગીતના સુરો ઉપર એમણેકેવા રંગો ઢોળ્યા છે એમના સ્વરને લીધે આપણું સંગીત કેટલું સુંગધિત બન્યું છે?.... હદયનાથ મંગેશકર

 'જો તાજ મહાલ વિશ્વની સાતમી અજાયબી છે તો લતા મંગેશકર વિશ્વની આઠમી અજાયબી છે.'...ઉસ્તાદ અમજદ અલીખાં

 'અપ્રિતમ' બસ આ એકજ શબ્દ ...સી રામચંદ્ર

 'આંજે એક સામાન્ય માનવી પણ શાસ્ત્રીય સંગીતમાં સમજ ધરાવતો થઇ ગયો છે એ બાબત લતાને આભારી છે.'......પંડિત ભીમસેન જોશી  

લતા મંગેશકર ને મળેલ પુરસ્કાર

(૧) ફીલ્મ ફેર એવોર્ડ -૧૯૫૮,૧૯૬૨,૧૯૬૫ ૧૯૬૯, ૧૯૯૩,૧૯૯૪.,(૨) રાષ્ટ્રીય પુરસ્કાર -૧૯૭૨, ૧૯૭૫,૧૯૯૦ , (૩) મહારાષ્ટ્ર પુરસ્કાર – ૧૯૬૬, ૧૯૬૭ , (૪) પદ્મભૂષણ – ૧૯૬૯ , (૫) દાદા સાહેબ ફાલકે પુરસ્કાર -૧૯૮૯ , (૬) ગીનીઝ બુક રેકોર્ડ -૧૯૭૪, (૭) લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર-૧૯૯૩ , (૮) સ્ક્રીન લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર-૧૯૯૬ , (૯) રાજીવ ગાંધી પુરસ્કાર-૧૯૯૭ , (૧૦) પદ્મવિભૂષણ-૧૯૯૯ , (૧૧) ભારતરત્ન-૨૦૦૧

બાળ કલાકાર તરીકે લતાજીએ અભિનય આપેલ એ ફિલ્મોની યાદી પહેલી મંગળાગૌર-૧૯૪૨ માઝે બાળ -૧૯૪૩ બડી માં-૧૯૪૫ ચીમુકલા સંસાર-૧૯૪૩ ગજાભાઉં-૧૯૪૪જીવનયાત્રા-૧૯૪૬મંદિર-૧૯૪૮છત્રપતિ શિવાજી-૧૯૫૨ (૪૦.૨)

મિનલ સોનપાલ

એડવોકેટ , મો.૯૯૭૯૦૩૫૮૬૮

(11:57 am IST)