Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં નિલ નિતીન

અભિનેતાઓમાં હાલમાં પોલીસ અધિકારીના રોલ કરવાની મોસમ ચાલી રહી છે. સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંઘ, જોન અબ્રાહમ પછી હવે નિલ નિતીન મુકેશ એક ફિલમમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. તેની આ ફિલ્મનું નામ 'દશહરા' રખાયુ છે.  તેનો પોલીસની વર્દી સાથેનો લૂક રિલીઝ કરાયો છે જેમાં તે જોરદાર ગુસ્સામાં દેખાઇ રહ્યો છે. તેના ચહેરા પર લોહી પણ જોવા મળે. છે. નિલ આ ફિલ્મમાં જબરદસ્ત એકશન કરતો જોવા મળશે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની ભૂમિકા તે નિભાવી રહ્યો છે. પોસ્ટરમાં ટેગ લાઇન લખી છે કે-અધર્મસ્ય વિનાશકરણે પાપ ન ભવતિ. પોસ્ટર જોતાં લાગે છે કે નિલની પત્નિએ તાજેતરમાં જ એક દિકરીને જન્મ આપ્યો છે. થોડા સમય ફિલ્મથી દૂર રહેલા નિલની આ ફિલ્મ ૨૬મી ઓકટોબરે રિલીઝ થશે.

(10:10 am IST)