Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સોનુ સુદ અટવાયો આ મૂંઝવણમાં : શું કરવું અને શું ન કરવું...

મુંબઇ : સોનુ સૂદની સગવડ સાચવવા ફિલ્મ મણીકર્ણિકા ક્વીન ઑફ ઝાંસીની સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવા પડયા હોવાની માહિતી મળી હતી. અંગે તપાસ કરતાં રસપ્રદ વિગત જાણવા મળી હતી. બન્યું એવું કે મણીકર્ણિકામાં સોનુએ ભજવેલા કેટલાક સીન્સ ફરી શૂટ કરવા પડે એવું હતું. પરંતુ તકલીફ ત્યારે આવી જ્યારે કન્ટીન્યુઇટીનો વિચાર કરવાનો હતો. મણીકર્ણિકામાં સોનુ મરાઠા સરદારના રોલમાં છે એટલે એના ચહેરા પર મરાઠા સૈનિકો રાખે એેવી પાતળી મૂછ રખાવી હતી. બીજી બાજુ સોનુ રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહ્યો છે જેમાં એણે દાઢી રાખવાની છે. મણીકર્ણિકાનું પોતાનું કામ પૂરું થયંુ એટલે સોનુએ દાઢી ઊગાડીહવે જ્યારે એને કહેવામાં આવ્યું કે મણીકર્ણિકાના કેટલાક સીન્સ રિશૂટ કરવા પડે એમ છે ત્યારે સ્વાભાવિક રીતે સોનુ મૂંઝાયો. કારણ કે દાઢી કઢાવી નાખે તો સિમ્બાની કન્ટીન્યૂઇટીને વાંધો આવે.

(3:48 pm IST)