Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બીજી સિઝન પણ બધાને ગમશેઃ શ્રીયાને આશા

નાટકોથી અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેતા સચીન અને ...ની દિકરી શ્રીયા પિલગાંવકર આજે ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચુકી છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ફેનમાં કામ કર્યા પછી તે સતત વ્યસ્ત અભિનેત્રી બની છે. ડિજીટલ પ્લેટફોર્મ પર પણ તેણે સારી ચાહના મેળવી લીધી છે. સ્ટુપિડ કયુપિડ, ૧૩-મસૂરી, મિરઝાપુર, ક્રેકડાઉન સહિતે તેને નામના અપાવી છે. ગયા વર્ષે લોકડાઉનમાં આવેલી તેની ફિલ્મ 'ધ ગોન ગેમ' લોકોને ખુબ ગમી હતી. જેમાં શ્રીયાના પાત્રના અનેક શેડ્સ દર્શકોનો જોવા મળ્યા હતાં. હવે તેણે ધ ગોન ગેમ-૨નું શુટીંગ શરૂ કરી દીધું છે. સેટ પર જઇને શુટીંગ કરવાનું હોવાની શ્રીયા ખુબ જ ખુશ છે. તેણે કહ્યું હતું કે ધ ગોન ગેમની પહેલી સિઝનમાં અમારે  રીમોટલી શુટીંગ કરવું પડ્યું હતું. પણ હવે બીજી સિઝન માટે અમે નિયમોનું પાલન કરી સેટ પર શુટીંગ કરી રહ્યા છીએ. મેં વેકસીન પણ લઇ લીધી છે. મને આશા છે બીજી સિઝન પણ દર્શકોને ચોક્કસ ગમશે. શ્રીયા નિર્માત્રી અને નિર્દેશક તરીકે પણ અનુભવ ધરાવે છે.

(10:26 am IST)