Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમે ફરી અર્થપુર્ણ અને મનોરંજક આપીશું: ભૂમિ

ભૂમિ પેડનેકર આગામી ફિલ્મ રક્ષાબંધનને કારણે ચર્ચામાં છે. તે ખુશ એટલા માટે છે કે વધુ એક વખત અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. ટોયલેટ એક પ્રેમકથા પછી ફરીથી તેની સાથે આવી રહી છે. ભૂમિ કહે છે મને વિશ્વાસ છે કે હું જ્યારે પણ અક્ષય કુમાર સાથે કામ કરીશ ત્યારે કંઇક અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મ જ હશે. ભૂમિ કહે છે હું હંમેશાં વિચારતી આવી છું કે આપણે એવી ફિલ્મ કરીએ જે સફળ થાય,  એ ફિલ્મને પ્રેમ મળે અને સાથે જ લોકોને સામાજિક સંદેશો પણ મળે. અમારી આગામી ફિલ્મ માટે પણ દર્શકો આ અપેક્ષા રાખી શકે છે. મને લાગે છે કે અક્ષય કુમાર અને મારી જોડીની સારી વેલ્યુ છે. લોકો પણ એ વાત જાણે છે. ભૂમિએ તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવવા શુટીંગમાંથી રજા લીધી હતી. તે કહે છે હું એવું કામ કરતી રહીશ કે જેના કારણે ચાહકો નિરાશ ન થાય. મેં સતત એવાં પાત્રો ભજવ્યા છે જે લોકો સાથે જોડાઇ ગયા હતાં.

(10:24 am IST)