Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઇન્ડસ્ટ્રીમાં સારા મિત્રો બની શકે છેઃ વિદ્યુત જામવાલ

બોલીવૂડમાં લાંબા સમયથી કામ કરી રહેલો વિદ્યુત જામવાલ તેની જબરદસ્ત એકશન અને બોડી બિલ્ડીંગને કારણે પણ વધુ જાણીતો છે. જમ્મુ કાશ્મીરનો વતની વિદ્યુત જામવાલ ૨૦૧૧થી અભિનય ક્ષેત્રે કામ કરી રહ્યો છે. પહેલા તે તેલુગુ ફિલ્મ શકિતમાં દેખાયો હતો. એ પછી હિન્દી ફિલ્મ ફોર્સમાં કામ કર્યુ હતું. તેને ૨૦૧૨માં આવેલી કમાન્ડો ફિલ્મથી હિન્દી દર્શકોએ વખાણ્યો હતો. એ પછી તેણે કમાન્ડો-૨,બુલેટ રાજા, બાદશાહો, જંગલી સહિતની ફિલ્મો કરી છે. તેની યારા અને ખુદાહાફીઝ રિલીઝ થવાની છે. વિદ્યુત કહે છે કે હું કોઇ સ્ટારનો પુત્ર નથી. પરંતુ બોલીવૂડમાં હું ટકી રહ્યો હોઉ તો તેનું કારણ છે મિત્રતા. વિદ્યુતનું નામ હાલમાં જ ધ રિચેસ્ટ પોર્ટલના ટેન પીપલ યુ ડોન્ટ વોન્ટ મેસ વિથના લિસ્ટમાં સામેલ થયું હતું. તેની ફિલ્મ યારામાં તેની સાથે અમિત સાધ, વિજય વર્મા અને કેની બાસુમત્રી છે. આ ફિલ્મમાં મિત્રોની જ કહાની છે. વિદ્યુત કહે છે મને પ્રારંભે કહેવાયુ હતું કે તમે ઇન્ડસ્ટ્રીમાં સારા મિત્રો બનાવી શકશો નહિ. પરંતુ આ ખોટુ છે, હું મિત્રતાને કારણે જ ટકયો છું. મારા કો-સ્ટાર્સ મારા ખુબ સારા મિત્રો છે.

 

(9:47 am IST)