Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ફરહાન અખ્તરની ફિલ્મ "તુફાન"નું ટ્રેલર 30 જૂને થશે રિલીઝ

મુંબઈ: ફરહાન અખ્તરની આગામી ફિલ્મ તુફાન ચર્ચામાં છે. તે સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં ફરહાનની સાથે પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. સોમવારે ફિલ્મનું નવું પોસ્ટર રજૂ કરાયું હતું. ફિલ્મના આ નવા પોસ્ટરની સાથે ફિલ્મની ટ્રેલર રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અભિનેતા ફરહાન અખ્તરે ટ્વિટર પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતું અને તેના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર કરી હતી. પોસ્ટરમાં ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુર રિંગની અંદર રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર એક બોક્સરની ભૂમિકામાં જોવા મળશે. ફરહને પણ આ માટે ખૂબ જ મહેનત કરી છે. પરેશ રાવલ ફરહાન અખ્તરના કોચની ભૂમિકામાં રહેશે. ફિલ્મનું ટ્રેલર 30 જૂને રિલીઝ થશે. ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા છે. 'ભાગ મિલ્ખા ભાગ' પછી ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે ફરહાનની આ બીજી ફિલ્મ છે.

(6:01 pm IST)