Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સિઝનની તૈયારી કપિલ શર્માએ હવે એપિસોડ દીઠ વધારી ફી

લોકોને પેટ પકડીને હસાવવાની કપિલની ફી હવે વધી ગઈ

મુંબઈ : ‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સિઝન સાથે ફરી ટીવી પર આવવાની તૈયારીમાં છે. આ શો ખુબ લોકપ્રિય છે. કપિલ અને તેની કોમેડી પણ એટલી જ લોકોને પસંદ આવે છે. અહેવાલો અનુસાર કપિલ શર્મા આ વખતથી તેમની શો ફી વધારવા જઈ રહ્યા છે

 અહેવાલ પ્રમાણે અત્યાર સુધી કપિલ શર્માને એપિસોડ દીઠ 30 લાખ રૂપિયા મળતા હતા. એટલે કે કપિલ શર્મા શો અઠવાડિયામાં 2 દિવસ આવે છે. જેથી તેમની અઠવાડિયાની કમાણી 60 લાખ રૂપિયા હતી. હવે અહેવાલ આવી રહ્યા છે કે કપિલે પોતાની ફી વધારીને એક એપિસોડના 50 લાખ કરી દીધી છે.

 અઠવાડિયામાં 2 એપિસોડ પ્રમાણે જોવા જઈએ તો કપિલની અઠવાડિયાના એપિસોડની ફી 1 કરોડ પહોંચી ગઈ છે. આ શો અઠવાડિયાના બે દિવસ શનિવાર અને રવિવારના રોજ આવે છે. લોકોને પેટ પકડીને હસાવવાની કપિલની ફી હવે વધી ગઈ છે. જો કે હજુ સુધી આ વિષયે સત્તાવાર ઘોષણા કે પૃષ્ટિ નથી થઇ.

કપિલ શર્માની ફેન ફોલોવિંગ ખુબ જ વિશાળ છે. અને ઘણા સમયથી આ શો જોવા નથી મળ્યો. જેથી લોકો તેની ખુબ રાહ જોઈ રહ્યા છે. આ પ્રમાણે વિચારીએ તો આ ચાન્સનો લાભ કપિલને મળી શકે એમ છે

(12:44 pm IST)