Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ચોમાસુ ખુબ ગમે કરણને, પણ શુટીંગ અટકે એ નથી ગમતું

અભિનેતા કરણ ખંડેલવાલ વરસાદની મોેસમને ખુબ પસંદ કરે છે. તે કહે છે વરસાદમાં શહેરમાં ચારેકોર હરીયાળી છવાઇ જાય છે અને ભીની માટીની સુગંધ પ્રફુલીત કરી દે છે. તે કહે છે આ રોમાન્સની મોસમ પણ છે. શુટીંગની વાત આવે તો એ કહે છે કે વરસાદ આવા સમયે કામ બગાડનાર બની રહે છે, કારણ કે તેનાથી શુટીંગ અટકી જાય છે. ચોમાસુ મને ખુબ જ ગમે છે. પરંતુ શુટીંગ કરવાનું આ કારણે મુશ્કેલ બની જાય છે. અચાનક જ ભારે વરસાદ આવી જાય તો એના કારણે શુટીંગ શેડ્યુલ વિખેરાઇ જાય છે. વરસાદ શરૂ થતાં જ અમે બધા પલળી જઇએ એ પહેલા દોડીને મેકઅપ રૂમમાં પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. તાજેતરમાં અમે હજુ મેકઅપ કરીને નીકળ્યા હતાં ત્યાં જ વરસાદ શરૂ થઇ ગયો હતો. આથી અમે રૂમમાં જ રોકાઇ ગયા હતાં. પણ નિર્દેશકને થયું અમે જાણી જોઇનેમોડુ કર્યુ છે. પણ હકિકતે અમારા મેકઅપ રૂમ પાસે વરસાદ હતો અને નજીકમાં સેટ પર તડકો હતો. વરસાદ આવ્યાનું એ માન્યા જ નહોતાં. પછી તેણે  વિશ્વાસ કર્યો હતો. કરણ દંગલના રંજૂ કી બેટીયા શોમાં કામ કરી રહ્યો છે.

(10:03 am IST)