Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વિજયએ તૈયારી શરૂ કરી દીધી

અભિનેતા વિજય વર્મા હાલમાં કારકિર્દીના સફળ સમયને માણી રહ્યો છે. લોકડાઉનમાં પણ તે સતત દર્શકોની વચ્ચે રહ્યો છે. વેબ સિરીઝોમાં તેણે નોંધપાત્ર રોલ નિભાવી પ્રસંશા મેળવી છે. વિજય વર્મા હવે આગામી ફિલ્મની તૈયારીમાં છે. તે અત્યંત ખુશ છે કારણ કે આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને શેફાલી શાહ સાથે કામ કરવાનો છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પોતાના સોશિયલ મિડીયા પર ફિલ્મ ડાર્લિંંગ્સના સ્ક્રિપ્ટ ડ્રાફટની તસ્વીર મુકવામાં આવી છે. વિજય વર્માએ પણ આ સ્ટોરી પોતાના ઇંસ્ટાગ્રામમાં મુકી છે. વિજયએ સાથે લખ્યું છે કે મેં ડાર્લિંગ્સ ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ પછી ચાહકો સતત વિજયને આ ફિલ્મ વિશે અને તેના પાત્ર વિશે પુછી રહ્યા છે. અગાઉ પણ વિજય ફિલ્મ ગલીબોયમાં આલિયા ભટ્ટ સાથે કામ કરી ચુકયો છે. ફરી વખત તે તેની સાથે કામ કરવા આતુર છે. વિજયએ મિરઝાપુર, ગલીબોય તથા અન્ય વેબ સિરીઝમાં અભિનયથી દર્શકોને આંજી દીધા હતાં. સોનાક્ષી સિન્હા સાથે ફોલનમાં અને નુસરત ભરૂચા સાથે હુડદંગમાં પણ તે ખાસ રોલમાં છે.

(10:02 am IST)