Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

હું એ શબ્દોમાં વ્યકત કરી શકતી નથી : રશ્મિકા

નેશનલ ક્રશ બની ચુકેલી સાઉથની સુંદરી રશ્મિકા મંદાના બોલીવૂડમાં પણ આવી રહી છે. તેની બે ફિલ્મો મિશન મજનૂ અને ગૂડબાય આવી રહી છે. રશ્મિકાની વિજય દેવરકોંડા સાથેની તેલુગુ સુપરહિટ ફિલ્મ ડિયર કોમરેડના હિન્દી ડબ વર્ઝને યુ-ટ્યુબ પર અઢીસો મિલિયન વ્યુઝ પાર કરી લેતાં રશ્મિકાની ખુશીનો પાર નથી. તેણે કહ્યું હતું કે ડિયર કોમરેડ આજ સુધી મારા હૃદયમાં છે. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો, શુટીંગની કાર્યવાહી, અનુભવ મારા માટે એટલા મહત્વના છે કે હું તેને શબ્દોમાં વ્યકત કરી શકતી નથી.

રશ્મિકા કહે છે આ ફિલ્મને હું જ્યારે પણ જોઉ છું કે તેના એકાદ બે દ્રશ્યો કે ગીત સાંભળુ છું તો પણ ખુશીને કારણે મારી આંખમાં આંસુ આવી જાય છે. યુ ટ્યુબ પર આ ફિલ્મે અઢીસો વ્યુઝ પાર કરી લીધા એ મારા માટે આશ્ચર્યની વાત નથી. કારણ કે આ ફિલ્મ એ માટે હક્કદાર છે. ડિયર કોમરેડ ફિલ્મે મને એક અભિનેત્રી અને એક વ્યકિત તરીકે ઘણું આપ્યું છે.

(10:02 am IST)